કોરોનાથી પણ વધુ જીવલેણ બની રહ્યું છે દિલ્હીનું વાયુ પ્રદ્દૂષણ, નિષ્ણાતોએ આપી ચેતવણી

નિષ્ણાતોએ કહ્યું છે કે દિલ્હીનું પ્રદૂષણ કોરોના વાયરસ સંક્રમણથી પણ વધુ ખતરનાક બની શકે છે. (File pic)

How does Delhi pollution affects humans: ન્યુમોનિયા પહેલાં કોરોના વાયરસને લીધે ફેલાતો હતો, હવે તે વાયુ પ્રદૂષણને કારણે પણ ફેલાઈ રહ્યો છે. એવામાં કેટલાંક નિષ્ણાતોએ કહ્યું છે કે દિલ્હીનું પ્રદૂષણ કોરોના વાયરસ સંક્રમણથી પણ વધુ ખતરનાક બની શકે છે.

  • Share this:
    નવી દિલ્હી. દિલ્હી-એનસીઆર (Delhi NCR) સહિત દેશના કેટલાય શહેરો આ સમયે વાયુ પ્રદૂષણ (Air Pollution) સામે ઝઝૂમી રહ્યા છે. આ શહેરોમાં છેલ્લા કેટલાંક દિવસોથી વાયુ પ્રદૂષણ (Air Pollution Delhi)નું સ્તર વધી રહ્યું છે. આનાથી લોકોને ઘરની બહાર તો સમસ્યા થાય છે, પણ ઘરની અંદર પણ પ્રદૂષણનું સ્તર વધવાથી પરિસ્થિતિ વધુ ઘાતક બની ગઈ છે. ઘરની બહાર અને અંદર વાયુ પ્રદૂષણનું સ્તર વધવાથી મોટાભાગના લોકો હવે શ્વાસ સંબંધી બીમારીઓથી પીડાય છે. આ ઉપરાંત ન્યુમોનિયા (Pneumonia) અને અસ્થમા જેવી ખતરનાક બીમારીઓ પણ લોકોને પોતાની ચપેટમાં લઈ રહી છે.

    ન્યુમોનિયા પહેલાં કોરોના વાયરસને લીધે પણ ફેલાતો હતો, હવે તે વાયુ પ્રદૂષણને કારણે પણ ફેલાઈ રહ્યો છે. એવામાં કેટલાંક નિષ્ણાતોએ કહ્યું છે કે દિલ્હીનું પ્રદૂષણ કોરોના વાયરસ સંક્રમણથી પણ વધુ ખતરનાક બની શકે છે. તેઓ એનાથી બચવાની સલાહ આપી રહ્યા છે. વધી રહેલા વાયુ પ્રદૂષણ અને પ્રદૂષક તત્વોને કારણે ફેફસાં વધુ ખરાબ થઈ રહ્યા છે. સમય પર ઈલાજ ન થાય તો તેનાથી મૃત્યુ થવાની આશંકા પણ વધે છે. આવો તમને જણાવીએ કે શા માટે વાયુ પ્રદૂષણથી લોકોને સાવધ રહેવાની જરૂર છે.

    ન્યુમોનિયા (Pneumonia) શું છે? તે કેવી રીતે ફેલાય છે?

    ન્યુમોનિયા એક પ્રકારનું સંક્રમણ જ છે, જેમાં એક કે બે ફેફસાંમાં હાજર વાયુ કોથળી (alveoli)માં સોજો આવી જાય છે અને તેમાં તરલ પદાર્થ ભરાઈ જાય છે. જ્યારે એલ્વિયોલીમાં સોજો વધી જાય છે, તો તે શ્વાસ સંબંધી મુશ્કેલીઓને વધારી દે છે. જોકે, સામાન્ય ન્યુમોનિયા એ લોકો માટે જીવલેણ બની શકે છે, જેમને પહેલા શ્વાસ સંબંધી સમસ્યા હોય અથવા જેમની ઉંમર 65 વર્ષથી વધારે હોય.
    ન્યુમોનિયા જેવું સંક્રમણ સામાન્ય રીતે વાયરસ, બેક્ટેરિયા અથવા ફૂગને કારણે થાય છે, આ ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ વાયરસ અથવા અન્ય પેથોજેન્સથી દૂષિત સપાટીના સંપર્કમાં આવે છે, જેમકે જે હવામાં ફેલાય છે તે વધુ ચેપી બની જાય છે.

    Air Pollution And Pneumonia: વાયુ પ્રદૂષણ સ્તર અને ન્યુમોનિયા વચ્ચે શું સંબંધ છે?

    ન્યુમોનિયા નિશંકપણે એક ખતરનાક સંક્રમણ છે જે વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યા બાદ એક મોટી સમસ્યા બની શકે છે. ઘરની અંદર હોય કે બહાર, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે પ્રદૂષણના સમયમાં ન્યુમોનિયા અને અન્ય ગંભીર શ્વાસ સંબંધિત તકલીફોનું જોખમ બમણું થઈ જાય છે અને મૃત્યુ દરનું જોખમ પણ વધી જાય છે.

    આ પણ વાંચો: સ્વચ્છ સર્વેક્ષણ 2021: ઇન્દોર સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર, ગુજરાતનું આ શહેર બીજા સ્થાને

    પ્રદૂષણ ફક્ત શ્વાસ અને ફ્લૂ જેવા સંક્રમણમાં વધારો નથી કરતું, પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ કમજોર બનાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ હવામાં વિવિધ પ્રદૂષકોના સંપર્કમાં આવે છે, ત્યારે તેનો શ્વસન માર્ગ સંકોચાવા લાગે છે, ફેફસાં પણ સંકોચાવા લાગે છે.

    ન્યુમોનિયાનું જોખમ કોને વધુ છે?

    ન્યુમોનિયા ઘણી વખત જોખમી બની જાય છે અને તેમાં મૃત્યુ થવાની શક્યતા પણ વધુ રહે છે. પ્રદૂષણ એ લોકો માટે ચિંતાજનક બની શકે છે, જેમણે પહેલાં શ્વાસ સંબંધી કોઈ બીમારી હોય અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય.

    આ પણ વાંચો: વ્લાદિમિર પુતિનની ભારત યાત્રા પહેલાં અમેઠીમાં AK-203 ડીલ પર મહત્વની બેઠક કરશે સુરક્ષા મંત્રાલય

    નીચેના વય જૂથો માટે ન્યુમોનિયા હોસ્પિટલમાં દાખલ અને મૃત્યુદરના ઊંચા દરો પણ વધુ હોય છે:

    - પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો
    - 65 વર્ષથી વધુ ઉંમરના લોકો
    - સગર્ભા સ્ત્રીઓ
    - ગંભીર શ્વસન રોગો ધરાવતા લોકો

    ન્યુમોનિયાને કઈ રીતે ઓળખવું?

    ન્યુમોનિયાના લક્ષણ લોકોની ઉંમર, બીમારીના આધારે જીવલેણ અથવા ઓછા જીવલેણ હોઈ શકે છે. તેના લક્ષણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે..

    - શરદી અથવા તાવ
    - લાળ સાથે ઉધરસ
    - શ્વાસ લેતી વખતે અથવા ઉધરસ કરતી વખતે છાતીમાં દુખાવો
    - શરદી અને ઉલ્ટી
    - બેચેની અનુભવવી
    - ઝડપી શ્વસન પ્રકિયા થવી
    Published by:Nirali Dave
    First published: