દિલ્હી : AIIMSના ડૉક્ટરની કોરોના પોઝિટિવ પત્નીએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો

News18 Gujarati
Updated: April 4, 2020, 1:01 PM IST
દિલ્હી : AIIMSના ડૉક્ટરની કોરોના પોઝિટિવ પત્નીએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો
આવા કેસમાં ચીનમાં બાળકોના લિગલ પિતાનું નામ રિજસ્ટર કરવામાં મોટી મુશ્કેલી ઊભી થાય છે. ડીએનએ રિપોર્ટ મુજબ બંને બાળકોના પિતા અલગ અલગ હોય છે. આ કેસમાં જોડિયા બાળકો જન્મ્યા પછી પિતાને શંકા ગઇ કારણ કે એક બાળકનો ચહેરો તેનાથી મળતો હતો પણ બીજા બાળકોનો ચહેરો ખૂબ જ અલગ હતો. ત્યારે ડીએનએ ટેસ્ટ આવતા આખી વાત બહાર આવી. આ મામલે જે વ્યક્તિનું બીજું બાળક હતું તે વ્યક્તિએ આ બીજા બાળકનું પાલન પોષણ કરવાની ના પાડી છે.

દિલ્હીમાં આ પ્રથમ કેસ છે જ્યારે કોઈ કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી ખાતે આવેલી AIIMS (All India Institute of Medical Sciences)ના સીનિયર ડૉક્ટરની કોરોના પોઝિટિવ પત્નીએ શુક્રવારે રાત્રે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. ગઈકાલે ડૉક્ટર (AIIMS Doctor Corona Positive)નો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દિલ્હી (New Delhi)માં આ પ્રથમ કેસ છે જ્યારે કોઈ કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ (Corona Positive woman)આપ્યો હોય. માતા અને બાળકને બંનેને હાલ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

દિલ્હીના એઇમ્સના ફિજિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સીનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા તબીબનો કોરોના રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં તેમને એઇમ્સના જ પ્રાઇવેટ વોર્ડમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારના સભ્યોની તપાસ કરમાં આવી હતી. જેમાં તેમની નવ મહિનાની પ્રેગનેન્ટ પત્ની અને ભાઈનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો :  ક્વૉરન્ટાઇનના અંતિમ દિને પુરૂષે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી, 3 સંતાનો નિરાધાર બન્યા

દિલ્હીમાં એઇમ્સના ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે શહેરના કુલ આઠ ડૉક્ટરો હાલ કોરોના વાયરસ પોઝિટિવ છે. બુધવારે દિલ્હીના ત્રણ ડૉક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી બે ડૉક્ટર સફદરગંજ હૉસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. આ હૉસ્પિટલ એઇમ્સની બિલકુલ સામે જ આવી છે. અન્ય એક ડૉક્ટર સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં ફરજ બજાવતા હતા.

એઇમ્સ તરફથી તેના ટ્રોમા સેન્ટરને ફક્ત કોવિડ 19ના દર્દીઓને સારવાર માટેનું કેન્દ્ર બનાવી દેવાયું છે. ડૉક્ટરોના કહેવા પ્રમાણે લૉકડાઉનને પગલે ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓની સંખ્યા ઓછી થઈ ગઈ હતી.

આ પણ વાંચો :  લૉકડાઉનમાં નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે? વાંચો સરકારે કંપનીઓ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા 

શુક્રવાર સુધી ભારતમાં કોરોના વાયરસને પગલે 68 લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 600થી વધુ થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાને કારણે 12 લોકોનાં મોત થયા છે.
First published: April 4, 2020, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading