દિલ્હી AIIMSના ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પરિવારના સભ્યોની તપાસ શરૂ કરાઈ

News18 Gujarati
Updated: April 2, 2020, 3:53 PM IST
દિલ્હી AIIMSના ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પરિવારના સભ્યોની તપાસ શરૂ કરાઈ
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીમાં 8 ડૉક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો, હજારો લોકોની સારવાર કરનાર ડૉક્ટરો પણ ઘાતક બીમારીને ઝપેટમાં આવી ગયા.

  • Share this:
નવી દિલ્હી : દેશની રાજધાની (New Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. મહોલ્લા ક્લિનીકના બે ડૉક્ટરો (Doctor) પછી હવે AIIMSના એક રેસિડેન્ટ ડૉક્ટર (Resident Doctor)ને પણ કોરોનાનો ચેપ લાગ્યોના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના તપાસ બાદ આ ડૉક્ટરને એમ્સમાં જ બનાવવામાં આવેલા પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ્સના તંત્રના કહેવા પ્રમાણે ડૉક્ટરને રિપોર્ટ પોઝિટિવ (Corona Positive Report)આવ્યા બાદ તેના પરિવારના સભ્યોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાાં એમ્સના રેસિડેન્ટ ડૉક્ટરને કોરોનાનો ચેપ લાગ્યા બાદ અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં કુલ 8 ડૉક્ટરો ઘાતક બીમારીને ઝપેટમાં આવી ગયા છે. તમામને ક્વૉરન્ટીન કરીને આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ તમામ ડૉક્ટરોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : વસમી વિદાય : 'ડૉક્ટરો પણ કલાકો સુધી મારી માતાના મૃતદેહને હાથ લગાવવા તૈયાર ન હતા'

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાનો ચેપ લાગ્યો છે તે ડૉક્ટર એમ્સના ફિજિયોથેરપી વિભાગમાં કામ કરે છે. આ સમાચાર સામે આવ્યા બાદ આ વિભાગમાં કામ કરતા અન્ય ડૉક્ટરો અને સ્ટાફને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના પોઝિટિવ આવેલા ડૉક્ટરની ઉંમર 30 વર્ષ છે. સીનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કામ કરતા ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારના અન્ય સભ્યોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ સંબંધિત વિભાગના સ્ટાફની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : હદ પાર : ડૉક્ટરો પર થૂંકી રહ્યા છે તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ

રાજધાની દિલ્હીમાં ડૉક્ટરને કોરોના વાયરસની ચેપ લાગ્યાનો આ પ્રથમ કેસ નથી. આ પહેલા બે મહોલ્લા ક્લિનિકના ડૉક્ટર તેમજ અહીંની સફદરગંજ હોસ્પિટલના ડૉક્ટરો પણ ખતરનાક બીમારીની ઝપેટમાં આવી ચુક્યા છે. સામાન્ય લોકોને પણ મોટા પ્રમાણમાં કોરોનાનો ચેપ લાગ્યો છે. દિલ્હી સહિત દેશમાં અન્ય રાજ્યોમાં પણ કોરોનાની બીમારી ખૂબ પ્રસરી છે. કોરોનાને પ્રસરતો અટકાવવા માટે હાલ દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકો ઘરની બહાર ન નીકળે.
First published: April 2, 2020, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading