Home /News /national-international /રાજકારણ શું નથી કરાવતું! પાર્ટી માટે ગટરના પાણીથી ન્હાયા તો પણ ટિકિટ ન મળી, અંતે ટાવર પર ચડી આત્મહત્યાની ધમકી આપી

રાજકારણ શું નથી કરાવતું! પાર્ટી માટે ગટરના પાણીથી ન્હાયા તો પણ ટિકિટ ન મળી, અંતે ટાવર પર ચડી આત્મહત્યાની ધમકી આપી

એમસીડી ચૂંટણીમાં ટિકિટ ન મળતા ટાવર પર ચડ્યા નેતા

આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર હસીબ ઉલ હસન પાર્ટીની ખોટી નીતિના વિરોધમાં શાસ્ત્રી નગર મેટ્રો સામે હાઈ ટેન્શન વાયર ટાવર પર ચડી ગયા હતા.

    નવી દિલ્હી: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ બે તબક્કામાં 250 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જે નેતાઓને ટિકિટ નથી મળી, તેમની નારાજગી હવે ધીમે ધીમે સામે આવતી જાય છે. આવા જ એક નેતા છે, હસીબ ઉલ હસન કે જેમને પાર્ટીએ નગર નિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી નથી. જેથી તેઓ નારાજ થઈ ગયા છે.



    આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર હસીબ ઉલ હસન પાર્ટીની ખોટી નીતિના વિરોધમાં શાસ્ત્રી નગર મેટ્રો સામે હાઈ ટેન્શન વાયર ટાવર પર ચડી ગયા હતા. તેમનો આરોપ છે કે, પાર્ટીએ તેમને ટિકિટ આપી નથી અને પેપર પણ રાખી લીધા. હસીબે પેપર પાછા ન મળતા આત્મહત્યાની ધમકી આપી છે. આ લખાય છે ત્યાં સુધી તેઓ ટાવર પર હતા.

    આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આપના નેતા ટાવર પર લટકતા દેખાય છે. જો કે, તેમનો કોઈ અવાજ વીડિયોમાં સંભળાતો નથી. આપને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ શુક્રવારે પ્રથમ યાદીમાં 134 અને બીજી યાદીમાં 116 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ લિસ્ટમાં મોટા ભાગે જૂના કાર્યકર્તાઓને ટિકિટ આપી છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन