Home /News /national-international /

Delhi Oxygen Crisis: બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ડોક્ટર સહિત 8ના મોત

Delhi Oxygen Crisis: બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ડોક્ટર સહિત 8ના મોત

પ્રતિકાત્મક તસવીર

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણથી સ્થિતિ સતત બગડી રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન અને દવાઓની અછતથી દર્દીઓના જીવ જઇ રહ્યા છે

    નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણથી સ્થિતિ સતત બગડી રહી છે. ખાસ કરીને હોસ્પિટલોમાં ઓક્સિજન અને દવાઓની અછતથી દર્દીઓના જીવ જઇ રહ્યા છે. દિલ્હી હાઇકોર્ટમાં આજે આ કેસની સુનાવણી દરમિયાન બત્રા હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે હોસ્પિટલમાં ઓક્સિજનનું સંકટ ઘેરાયું છે. જેના કારણે 8 દર્દીઓના મોત થયા છે. જેમાં હોસ્પિટલના એક ડોક્ટર પણ સામેલ છે.

    હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી સરકારને ઓક્સિજન, મેડિસિન અને બેડની ઉપલબ્ધતાના મામલા પર ઘણા સવાલ પુછ્યા હતા. હાઇકોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે સંકટના આ સમયમાં આર્મીની સહાયતા લેવાથી પરેશાની શું છે?

    આ પણ વાંચો - ઘરે 2 મહેમાનની વ્યવસ્થા કરી હોય અને 10 મહેમાન આવી જાય તો ઘર પણ અટવાઈ જાય છે : કુમાર કાનાણી

    દિલ્હી હાઇકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન એમિક્સ ક્યૂરી રાવનું કહેવું હતું કે મારી સમજથી ઉપર છે કે આખરે દિલ્હી સરકાર સંકટના આ સમયમાં આર્મી, નેવી અને એરફોર્સની મદદ લેવાથી કેમ હિચક રહી છે. નિશ્ચિત રીતે આપણી સેના ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાના બીજા શાનદાર વિકલ્પ આપી શકે છે. આવામાં ઓક્સિજન વગરના બેડ બેકાર છે તેમ કહેવાના બદલે સૈન્ય બળોની સહાયતા લેવા પર વિચાર કરવો જોઈએ.

    દિલ્હી સરકારના વકીલે તેના પર જવાબ આપ્યો કે અમે DRDO અને રાધાસ્વામીને પહેલા જ એપ્રોચ કરી ચૂક્યા છીએ. તેના પર કોર્ટે પુછ્યું કે શું તમારો કહેવાનો અર્થ એ છે કે તમે આર્મીને એપ્રોચ કરશો નહીં. દિલ્હી સરકારના વકીલે કહ્યું કે અમે તે દરેકની મદદ લઇશું જે સહાયતા કરી શકે છે. કોર્ટે કહ્યું કે આર્મીની પાસે પોતાના સંશોધન હશે. અમે તમને ત્રણ દિવસથી બોલી રહ્યા છીએ, તમે કેમ ખચકાઇ રહ્યા છો. દિલ્હી સરકારના એમ કહેવા પર કે આના પર ઉચ્ચ સ્તર પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તેમા વિચારની શું વાત છે, તમે સીધા એપ્રોચ કરો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Batra hospital, Delhi Oxygen Crisis, Oxygen, Oxygen shortage, Patients, ડોક્ટર, દિલ્હી

    આગામી સમાચાર