AAPને મોટો ઝટકો, 20 MLAને ગેરલાયક જાહેર, હવે AAPનું શું થશે?

News18 Gujarati
Updated: January 21, 2018, 4:04 PM IST
AAPને મોટો ઝટકો, 20 MLAને ગેરલાયક જાહેર, હવે AAPનું શું થશે?
ચૂંટણી કમિશને રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી કે, આપના 20 ધારાસભ્યોને આયોગ્ય જાહેર કરવામાં આવે...

ચૂંટણી કમિશને રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી કે, આપના 20 ધારાસભ્યોને આયોગ્ય જાહેર કરવામાં આવે...

  • Share this:
ઓફિસ ઓફ પ્રોફિટ મામલામાં ફસાયેલ આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોની સદસ્યતા આખરે રદ્દ કરવામાં આવી. આ મામલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખ્ય ચૂંટણી પંચની ભલામણને મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ચૂંટણી કમિશને રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી કે, આપના 20 ધારાસભ્યોને આયોગ્ય જાહેર કરવામાં આવે. ચૂંટણી પંચનું માનવું છે કે, 20 ધારાસભ્યો 'ઓફિસ ઓફ પ્રોફિટ'ના ગુનામાં આવે છે. આ મુદ્દે કેજરીવાલ પાર્ટીને હાઈકોર્ટે પણ ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે વચગાળાની રાહત આપવાની માંગનો અસ્વિકાર કર્યો છે. હાઈકોર્ટે પુછ્યું કે,

હવે શું થશે આપનું?

આપના ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા જેથી, દિલ્હીમાં આ 20 બેઠકો પર ઉપચૂંટણી કરવી પડશે. જોકે એ નક્કી છે કે, 20 ધારાસભ્યોની સભ્યતા રદ્દ થાય તો પણ દિલ્હીમાં સરકાર તો કેજરીવાલની જ રહેશે. જોઈએ કેવી રીતે....

AAPએ દિલ્હીની 70માંથી 67 બેઠક પર જીત મેળવી હતી. કપિલ મિશ્રા, તિમારપુરના ધારાસભ્ય પંકજ પુષ્કર, બૃજવાસનના ધારાસભ્ય દેવેન્દ્ર સેહરાવત અને આસિફ અહમદ ખાને બળવો પોકાર્યો હતો. જ્યારે સંદિપ કુમારને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા. આટલા ધારાસભ્યો સાથે આ 20 જતા રહેશે તો પણ AAP પાસે 42 ધારાસભ્યોની સંખ્યા રહેશે. જે બહુમતિથી વધારે છે. બહુમતી માટે 35થી વધારે બેઠકો હોવી જોઈએ.
Published by: kiran mehta
First published: January 21, 2018, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading