ઈદની નમાઝ પઢી રહેલા બિરાદરો પર કાર ફરી વળતા 17 ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: June 5, 2019, 8:39 PM IST
ઈદની નમાઝ પઢી રહેલા બિરાદરો પર કાર ફરી વળતા 17 ઇજાગ્રસ્ત
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીના ખુરેજી વિસ્તારની ઘટનામાં 17 વ્યક્તિને ઇજા પહોંચી, ઇજાગ્રસ્તો સારવાર હેઠળ, પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : એક બાજુ સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરો ઈદ-ઉલ ફિત્રની નમાઝ અદા કરી રહ્યાં હતા ત્યારે જ દિલ્હીમાં એક અકસ્માત થયો હતો. દિલ્હીના ખુરેજી વિસ્તારમાં આવેલી મસ્જીદની બહાર નમાઝ અદા કરી રહેલાં બિરાદરો પર પુર ઝડપે આવી રહેલી કાર ફરી વળતા આ અકસ્માતમાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પૂર્વ દિલ્હીના ખુરેજી વિસ્તારની મસ્જીદ બહાર આ ઘટના ધટી હતી. શહદારાના ડેપ્યુટી પોલિસ કમિશનર મેઘના યાદવે જણાવ્યું હતું કે અમે આરોપી ડ્રાઇવરનું સરનામું મેળવી લીધું છે અને અને વહેલી તકે અમે તેની ધરકપડ કરી લઈશું.”

આ પણ વાંચો :  ઈદના સમારોહમાં મમતાની ભાજપને ચેતાવણી, હમ સે જો ટકરાયેગા ચુર-ચુર હો જાયેગા

પોલીસ આ ઘટનામાં મસ્જીદની સુરક્ષામાં ચુક કેવી રીતે થઈ તેની તપાસ કરશે. ખાસ કરીને ઈદના અવસરે જ્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરવાના હોય સુરક્ષામાં ક્યાં ત્રુટી રહી ગઈ તેની પણ માહિતી મેળવવામાં આવશે. પોલીસ વિભાગ અગાઉથી જ રોડ પર નમાઝ પઢવા આવનારા લોકોની સંખ્યાથી અવગત હતો છતાં આ ઘટના ઘટી હોવાથી તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...