Home /News /national-international /

ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યું, ધન સિંહ રાવત બની શકે છે નવા મુખ્યમંત્રી

ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યું, ધન સિંહ રાવત બની શકે છે નવા મુખ્યમંત્રી

પુષ્કર સિંહ ધામીને ડિપ્ટી સીએમની જવાબદારી આપવામાં આવી શકે છે

પુષ્કર સિંહ ધામીને ડિપ્ટી સીએમની જવાબદારી આપવામાં આવી શકે છે

    પ્રિયંકા કાંડપાલ/અમિતાભ સિન્હા, નવી દિલ્હી/દેહરાદૂન. ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે (Trivendra Singh Rawat) રાજીનામું આપી દીધું છે. સાંજે રાજભવન પહોંચીને સીએમ રાવતે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ નેતૃત્વ પરિવર્તનનું સંકટ હવે સમાપ્ત થતું જોવા મળી રહ્યું છે. પ્રથમ વખત ધારાસભ્ય બનનાર ધન સિંહ રાવત આગામી મુખ્યમંત્રી બની શકે છે. તેમની સાથે પુષ્કર સિંહ ધામીને ડિપ્ટી સીએમની જવાબદારી આપવામાં આવી શકે છે.

    સૂત્રો અનુસાર બીજેપી નેતા ધન સિંહ રાવત (Dhan Singh Rawat) ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. તેની સાથે જ રાજ્યમાં હવે નાયબ મુખ્યમંત્રીની પણ નિમણૂક કરવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો બીજેપી નેતા પુષ્કર સિંધ ધામીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવી શકાય છે.

    આ પણ વાંચો, ખેડૂત આંદોલન પર બ્રિટિશ સાંસદોની ચર્ચા પર ભારતે વ્યક્ત કરી નારાજગી, કહ્યું- એકતરફી ચર્ચામાં ખોટા દાવા કરાયા

    રાવત અને ઉત્તરાખંડના અનેક વરિષ્ઠ નેતાઓએ દિલ્હી આવીને કેન્દ્રીય નેતૃત્વની સાથે મંત્રણા કરી હતી. તેમાં ઉત્તરાખંડના રાજકીય સંકટનો ઉકેલ શોધવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે જ્યારે CM રાવત અને ઉત્તરાખંડના રાજ્યપાલની મુલાકાતના અહેવાલો આવ્યા છે, ત્યારબાદથી ઉત્તરાખંડ સરકારમાં નેતૃત્વ પરિવર્તનને લઈ રાજનીતિ ગરમાઈ ગઈ છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: JP Nadda, Trivendra Singh Rawat, ઉત્તરાખંડ, ભાજપ

    આગામી સમાચાર