Home /News /national-international /

ઉત્તરાખંડ: મસૂરીમાં પ્રવાસીઓની બસ પલટી, 6 લોકો ઘાયલ

ઉત્તરાખંડ: મસૂરીમાં પ્રવાસીઓની બસ પલટી, 6 લોકો ઘાયલ

    ઉત્તરાખંડના મસૂરીમાં મોડી રાત્રે પ્રવાસીઓ ભરેલી બસ પલટી ખાઇ ગઇ હતી.લગભગ અડધો ડઝન લોકો ઘાયલ થયા છે.હાલ ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બસમાં લગભગ 24 પ્રવાસીઓ સવાર હતા.તમામ પ્રવાસીઓ ગુજરાતથી મસૂરી ફરવા આવ્યા હતા.મસૂરી ઘૂમીને પરત ફરતા સમયે બસ પલટી ગઇ હતી.સ્થાનિકોના કહેવા પ્રમાણે ડ્રાઇવરે કાબૂ ગુમવ્યો હતો અને બસ પલટી ગઇ હતી.

    મસૂરી-દૂન રસ્તામાં ઋષિ આશ્રમની નજીક આ ઘટના બની હતી.બસની પલટી જતા મુસાફરોની ચિચયારીની અવાજ આવતા સ્થાનિકો લોકો પહોંચી ગયા હતા.થોડી જ વારમાં પોલીસ પણ પહોંચી ગઇ હતી.તાત્કાલિક રાહાત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ.

    પોલીસે સ્થાનિક નાગરિકોની મદદથી બસમાં ફાંસાયેલા મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા અને ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા હતા.હોસ્પિટલમાં ઘાયલ પ્રવાસીઓની સ્થિતિથી અત્યંત ગંભીર જણાઇ રહી છે.પોલીસે આ મામલે તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: અકસ્માત, ઉત્તરાખંડ

    આગામી સમાચાર