Home /News /national-international /

MPના કડકનાથ મુર્ગાને ટક્કર આપવા તૈયાર થઈ ગઈ મરઘાની નવી બ્રિડ

MPના કડકનાથ મુર્ગાને ટક્કર આપવા તૈયાર થઈ ગઈ મરઘાની નવી બ્રિડ

ઓછા પૈસામાં સારી કમાણીનો રસ્તો ખોલનારા આ મરઘી પાલન વિશે અને વધારે જાણકારી માટે પંત નગર કૃષિ વિશ્વવિદ્યાલય અથવા દરેક જીલ્લામાં રહેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરી શકાય છે.

ઓછા પૈસામાં સારી કમાણીનો રસ્તો ખોલનારા આ મરઘી પાલન વિશે અને વધારે જાણકારી માટે પંત નગર કૃષિ વિશ્વવિદ્યાલય અથવા દરેક જીલ્લામાં રહેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરી શકાય છે.

    પોતાના ખાસ સ્વાદ અને પ્રોટિન માટે ચિકન પ્રેમિયોમાં પ્રખ્યાત મધ્યપ્રદેશના કડકનાથ મરઘાને ટક્કર આપવા માટે ઉતરાખંડની ઉત્તરા તૈયાર થઈ ગઈ છે. ઉત્તરા પંતનગર કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી રાજ્યની પહેલી કુક્કુટ (મરઘી) પ્રજાતી છે, જેને ભારત સરકારે માન્યતા આપી દીધી છે. કડકનાથની જેમ જ આમાં પ્રોટિનની માત્રા ખુબ સરસ છે અને કોલેસ્ટ્રોલ લેવલ ખુબ ઓછુ છે. ખુબ ઓછા ખર્ચમાં આને પાળી શકાય છે, અને આ મરઘી પાળવા પર ખેડૂતોને સારો લાભ પણ મળી શકે છે.

    દેહરાદૂનના ઢકરાનીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઢકરાનીમાં વૈજ્ઞાનિક ડોક્ટર એકે સિન્હા જણાવે છે કે, રાજ્યની જળવાયુંના હિસાબે ઉત્તરા સહિત કુકુ્કુટ પ્રજાતી એવી છે કે, જેને પાળવી સરળ અને લાભદાયક થઈ શકે છે. આ ચારે પ્રજાતી વિશેષ રીતે નાના, ગરીબ, ભૂમિહીન અને સીમાંત વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે ખુબ લાબકારક છે.

    આની સારી વાત એ છે કે, આને સ્થાનિક સ્તર પર મળતા ખાદ્ય પદાર્થ જેમ કે, મકાઈ, જુવાર, ઘઉં, ચોખા વગેરે પણ ચારા તરીકે આપી શકાય છે. ડોક્ટર સિંહ જણાવે છે કે, આમાં બોઈલર મુર્ગીના મુકાબલે બીમારીઓ પણ ઓછી થાય છે.

    ડોક્ટર સિંહ અનુસાર, ઉત્તરાખંડની ખાસિયત ઉત્તરા પ્રજાતિમાં ફેટ અને કોલેસ્ટ્રોલ ઓછુ છે, અને પ્રોટિન લેવલ ખુબ હાઈ છે. કુલ મળીને આના મીટની ક્વોલીટી ખુબ સરસ છે. આ મરઘી બે-અઢી મહિનામાં વેચાણ માટે તૈયાર થઈ જાય છ, અને આના પર ખેડૂતને 200 રૂપિયાથી વધારે ફાયદો મળી શકે છે.

    ઓછા પૈસામાં સારી કમાણીનો રસ્તો ખોલનારા આ મરઘી પાલન વિશે અને વધારે જાણકારી માટે પંત નગર કૃષિ વિશ્વવિદ્યાલય અથવા દરેક જીલ્લામાં રહેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરી શકાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Dehradun, Uttarakhand news, ઉત્તરાખંડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन