Home /News /national-international /Joshimath Tragedy: જોશીમઠમાં ભૂસ્ખલન અંગે નિષ્ણાતોએ જણાવ્યા કારણો, જાણો સમિતિએ શું કહ્યું...

Joshimath Tragedy: જોશીમઠમાં ભૂસ્ખલન અંગે નિષ્ણાતોએ જણાવ્યા કારણો, જાણો સમિતિએ શું કહ્યું...

ફાઇલ તસવીર

Joshimath Report: ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે લોકો તણાવમાં છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રચાયેલી કમિટિનો રિપોર્ટ પણ આવી ગયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અસરગ્રસ્તોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવા જોઈએ. તિરાડોવાળા મકાનોને તોડી પાડવા જોઈએ અને કાટમાળ તાત્કાલિક ઉપાડવો જોઈએ. પાણીના કારણે ઘરોના પાયા નબળા પડી ગયા છે. ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Uttarakhand (Uttaranchal), India
  જોશીમઠઃ જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે થયેલા હોબાળા વચ્ચે રાજ્ય સરકારે રચેલી સમિતિનો રિપોર્ટ આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, રહેવાસીઓને તાત્કાલિક અસરથી વિસ્થાપિત કરવામાં આવે. ક્ષતિગ્રસ્ત મકાનોને તોડીને કાટમાળ દૂર કરવા જોઈએ. કમિટીએ અનેક મુદ્દાઓ પર તપાસ કરી છે. તેમણે સરકારને કહ્યું છે કે, જેપી કોલોનીથી મારવાડી બ્રિન સુધી સેમ્પલ લેવામાં આવ્યા હતા. કારણ કે, અહીં સુધી પાણીનો પ્રવાહ હતો. આ પાણીને કારણે જમીનમાં ખાલી જગ્યા સર્જાઈ હતી અને નીચે ઉતરી ગઈ હતી. આ તમામ કારણે તિરાડો પડી હતી. આ તિરાડો એક મીટર સુધી ઊંડી છે.

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક જગ્યાએ જમીન હવે સપાટ નથી. તેને કારણે દિવાલો અને ઈમારતોનાં પાયા નબળા થઈ ગયા છે. ફાઉન્ડેશનની નબળાઈને કારણે, ઘરો અને મેદાનોમાં તિરાડો દેખાય છે. સરકારી એજન્સીએ હજુ સુધી પાણીના સેમ્પલ લીધા નથી. આ સેમ્પલ હાલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભૂસ્ખલન માટે સરવે કરવામાં આવ્યો હતો. આ મુજબ ઓગસ્ટ 2022ની સરખામણીમાં સુનીલ, મનોહરબાગ, સિંહધાર અને મડવાડીમાં નવું અને વધુ નુકસાન થયું છે. સર્વે ટીમે રવિગ્રામ, ગાંધીનગર, એનટીપીસી અને એટી નાલા અને અન્ય કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી. અહીં જાણવા મળ્યું કે, ઓગસ્ટ 2022ની સરખામણીએ અહીં બહુ તિરાડો નથી.

  આ પણ વાંચોઃ વડાપ્રધાને જોશીમઠ સંકટ પર સીએમ ધામી સાથે ફોન પર વાત કરી

  NTPC હાઇડ્રો પ્રોજેક્ટની મુલાકાત


  જિલ્લા વહીવટીતંત્ર પણ વિષ્ણુગઢ એનટીપીસી હાઇડ્રો પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યું હતું અને સરવે હાથ ધર્યો હતો. અધિકારીઓ સમજવા માંગતા હતા કે તિરાડો પાછળ ટનલની કોઈ ભૂમિકા હતી કે કેમ. અધિકારીઓએ આ મામલે NTPC ટીમ સાથે પણ વાત કરી હતી. જિલ્લા પ્રશાસને અલકનંદા નદીના ધોવાણનું પણ નિરીક્ષણ કર્યું હતું. વિષ્ણુપ્રયાગ અને મડવાડી વચ્ચે અર્ધચંદ્રાકાર દિવાલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવાલ જમણી બાજુથી શરૂ થશે, રવિગ્રામમાંથી પસાર થઈને એટી નાળાથી સિંહધાર, મડવાડી સુધી ડાબી બાજુ જશે.


  વધુ નુકસાનવાળા મકાનો તોડી પાડવા જોઈએ


  સરવેમાં જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ 2022ના અહેવાલનો અમલ કરવો જોઈએ. જે મકાનોને ઘણું નુકસાન થયું છે, તેને તોડીને તેનો કાટમાળ હટાવવો જોઈએ. એવા વિસ્તારો જ્યાં લોકો માટે રહેવાનું શક્ય નથી, તે સ્થાનોને ચિહ્નિત કરવા જોઈએ. જે લોકો જોખમની આરે બેઠા છે, તેમને તાત્કાલિક ત્યાંથી વિસ્થાપિત કરી દેવા જોઈએ. અમુક વિસ્તારમાં માટી પરીક્ષણ કરાવવું જોઈએ. આ સાથે જિયો ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન પણ થવું જોઈએ. ભૂકંપની આગાહી માટે પણ તૈયારી કરવી જોઈએ. સ્ત્રોતથી ડાઉનસ્ટ્રીમ સુધી પાણીનું પરીક્ષણ કરવું જોઈએ. ઢાળની હિલચાલનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ કરવું જોઈએ.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Dehradun, Landslide, Uttarakhand news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन