Home /News /national-international /Joshimath Tragedy:જોશીમઠમાં ભૂસ્ખલન અંગે નિષ્ણાત સમિતિએ અહેવાલ સુપરત કર્યો, તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું
Joshimath Tragedy:જોશીમઠમાં ભૂસ્ખલન અંગે નિષ્ણાત સમિતિએ અહેવાલ સુપરત કર્યો, તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું
જોશીમઠ દુર્ઘટના
Joshimath Tragedy: જોશીમઠમાં ભૂસ્ખલનના કારણે થયેલા હોબાળા મામલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિનો અહેવાલ આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, રહેવાસીઓને તાત્કાલિક અસરથી વિસ્થાપિત કરવામાં આવે. ક્ષતિગ્રસ્ત મકાનોને તોડીને કાટમાળ દૂર કરવા જોઈએ. કમિટીએ અનેક મુદ્દાઓ પર તપાસ કરી છે. તેમણે સરકારને કહ્યું છે કે જેપી કોલોનીથી મારવાડી બ્રિન સુધી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જોશીમઠ: જોશીમઠમાં ભૂસ્ખલનના કારણે થયેલા હોબાળા મામલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિનો અહેવાલ આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, રહેવાસીઓને તાત્કાલિક અસરથી વિસ્થાપિત કરવામાં આવે. ક્ષતિગ્રસ્ત મકાનોને તોડીને કાટમાળ દૂર કરવા જોઈએ. કમિટીએ અનેક મુદ્દાઓ પર તપાસ કરી છે. તેમણે સરકારને કહ્યું છે કે જેપી કોલોનીથી મારવાડી બ્રિન સુધી સેમ્પલ લેવામાં આવ્યા હતા. કારણ કે, અહીં સુધી પાણીનો પ્રવાહ હતો. આ પાણીને કારણે જમીનની અંદર ખાલી જગ્યા સર્જાઈ હતી અને નીચે ઉતરી ગઈ હતી. આ બઘા કારણે તિરાડો પડી હતી. આ તિરાડો એક મીટર સુધી ઊંડી છે.
ઘરો અને મેદાનોમાં તિરાડો દેખાય
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક જગ્યા જમીન હવે સપાટ નથી રહી. જેના કારણે દિવાલો અને ઈમારતોના પાયા પણ નબળા થઈ ગયા છે. નબળા પાયાના કારણે, ઘરો અને મેદાનોમાં તિરાડો દેખાય છે. સરકારી એજન્સીએ હજુ સુધી પાણીના સેમ્પલ લીધા નથી. આ સેમ્પલ હાલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભૂસ્ખલન માટે સર્વે કરવામાં આવ્યો હતો. જેના પ્રમાણે ઓગસ્ટ 2022ની સરખામણીમાં નવું અને વધુ નુકસાન સુનીલ, મનોહરબાગ, સિંહધાર અને મડવાડીમાં થયું છે. સર્વે ટીમે રવિગ્રામ, ગાંધીનગર, એનટીપીસી અને એટી નાલા અને અન્ય કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી. અહીં જાણવા મળ્યું કે, ઓગસ્ટ 2022ની સરખામણીએ અહીં બહુ તિરાડો નથી.
જિલ્લા વહીવટીતંત્રે વિષ્ણુગઢ એનટીપીસી હાઇડ્રો પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી અને સર્વે કર્યો હતો. અધિકારીઓએ સમજવા માંગતા હતા કે તિરાડો પાછળ ટનલની કોઈ ભૂમિકા હતી કે કેમ? અધિકારીઓએ આ મામલે NTPC ટીમ સાથે પણ વાત કરી હતી. જિલ્લા પ્રશાસને અલકનંદા નદીના ધોવાણનું પણ નિરીક્ષણ કર્યું હતું. વિષ્ણુપ્રયાગ અને માડવાડી વચ્ચે અર્ધચંદ્રાકાર દિવાલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવાલ જમણી બાજુથી શરૂ થઈને રવિગ્રામમાંથી પસાર થઈને એટી નાળાથી ડાબી બાજુ સિંહધાર, મડવાડી સુધી જશે.
સર્વેમાં જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ 2022ના રિપોર્ટનો અમલ થવો જોઈએ. જે મકાનોને ઘણું નુકસાન થયું છે તેને તોડીને તેનો કાટમાળ હટાવવો જોઈએ. એવા વિસ્તારો જ્યાં લોકો માટે રહેવાનું શક્ય નથી, તે સ્થાનોને ચિહ્નિત કરવા જોઈએ. જે લોકો જોખમની આરે બેઠા છે, તેમને તાત્કાલિક ત્યાંથી વિસ્થાપિત કરી દેવા જોઈએ. વિસ્તારમાં માટી પરીક્ષણ કરાવવું જોઈએ. આ સાથે જિયો ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન પણ થવું જોઈએ. ભૂકંપની આગાહી માટે પણ તૈયારી કરવી જોઈએ. સ્ત્રોતથી ડાઉનસ્ટ્રીમ સુધી પાણીનું પરીક્ષણ કરવું જોઈએ. ઢાળની હિલચાલનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ કરવું જોઈએ.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર