Home /News /national-international /Uttarakhand Rain: અત્યાર સુધીમાં 46નાં મોત, વધી શકે છે મોતનો આંકડો, નૈનીતાલમાં 28એ ગુમાવ્યા જીવ
Uttarakhand Rain: અત્યાર સુધીમાં 46નાં મોત, વધી શકે છે મોતનો આંકડો, નૈનીતાલમાં 28એ ગુમાવ્યા જીવ
નૈનિતાલ સહિત ઉત્તરાખંડમાં વરસાદને કારણે આવી છે પરિસ્થિતિ
Heavy Rainfall in Uttarakhand : એક તરફ નૈનીતાલમાં ભારે વસરસાદ બાદ પરિસ્થિતિ સામાન્ય થવા જઇ રહી છે અને રસ્તા ખોલવાની કવાયત ચાલી રહી છે તો નૈનીતાલ સહિત સંપૂર્ણ ઉત્તરાખંડમાં ગત બેથી ત્રણ દિવસમાં વરસદમાં થયેલાં મોતની સંખ્યા વધી ગઇ છે.
દેહરાદૂન: ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે થયેલી દુર્ધટના અને આપદામાં માર્યા ગયેલાં લોકોનો આંકડો 46 પહોંચી ગયો છે. સોમવારે અત્યાર સુધીમાં આંકડો જારી કરતાં એક અધિકારિક નોટમાં કહેવામાં આવ્યું છે કે, આંકડા હજુ વધી શકે છે, કારણ કે નૈનીતાલ સહિત ઘણાં વિસ્તારમાં લોકો ગૂમ છે. હજુ સુધીની સ્થિતિ મુજબ નૈનીતાલ જિલ્લામાં સૌથી વધુ 28 લોકોનાં જીવ ગયા છે. જિલ્લામાં 11 લોકો લાપતા છે. તેથી અહીં મોતનો આંકડો વધી શકે તેવી આશંકા છે. આ ઉપરાંત 12 લોકો ઘાયલ છે જેમનું ઇલાજ હોસ્પિટલમાં ચાલુ છે.
Uttarakhand: A stretch of road being cleared with the help of machines in Jeolikote of Nainital district, near which an incident of landslide took place. pic.twitter.com/ZDYTQs5xlI
હલ્દ્વાની પહોંચ્યું રાહત દળ, NH 107 હજુ પણ બંધ- રાહત કાર્ય માટે વાયુસાનાનું રાહત દલળ હલ્દ્વાની રવાના થઇ ગયુ છે. નૈનીતાલ જિલ્લાનાં સલારી ગામ માટે SDRFની ટીમ રવાના થઇ ગઇ છે. જ્યાં ભૂસ્ખલન થયું છે. અને ઘણાં ગ્રામીણ તેમાં દબાઇ ગયા છે. બીજી તરફ રુદ્રપ્રયાગ- કેદારનાથ રાષ્ટ્રીય માર્ગ 107 હજુપણ બંધ છે. પર્વતનાં કાંટમાળને કારણે નૌલાપાની પાસે NH 107 બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં અહીં કાંટમાળ ખસેડવાનું કામ ચાલુ છે જેથી વહેલીતકે તેને ફરી ખોલી દેવામાં આવે.
" isDesktop="true" id="1143483" >
પાક અને પર્યટન બંનેને ભારે નુક્સાન- રાજ્યમાં અતિવૃષ્ટિથી ન ફક્ત ચાર ધામ યાત્રા પ્રભાવિત થઇ છે. પણ પર્યટન ક્ષેત્ર પણ ભારે પ્રભાવિત થયું છે. નૈનીતાલની પરિસ્થિતિ વણસતા હીં પર્યટકો ફસાઇ ગયા છે. અને બાકી પરત ફરી રહ્યાં છે. ટિહરી ઝીલમાં બોટિંગ અને કેમ્પ કોટેજ માલિકોને ભારે નુક્સાન સહન કરવું પડ્યું છે. પર્યટકોએ એડવાન્સ બુકિંગ કેન્સલ કરાવી દીધુ છે તો સ્થાનિક વ્યવસાયને પણ અસર થઇ છે. તો ઋષિકેશમાં વરસાદથી ખેડૂતોનો પાક નષ્ટ થઇ ગયો છે. જેને કારણે પાક અને પર્યટન બંને ક્ષેત્રે રાજ્યને માર પડ્યો છે.