Home /News /national-international /અનુપમાની હત્યા બાદ પતિએ 72 ટુકડા કરી લાશને ડીપ ફ્રીઝરમાં રાખી, શ્રદ્ધા કરતાંય ભયાનક કિસ્સો

અનુપમાની હત્યા બાદ પતિએ 72 ટુકડા કરી લાશને ડીપ ફ્રીઝરમાં રાખી, શ્રદ્ધા કરતાંય ભયાનક કિસ્સો

પતિએ કરી નાખી હત્યા

Delhi Murder: 17 ઓક્ટોબર, 2010ના રોજ અનુપમાની તેના પતિ રાજેશ ગુલાટીએ નિર્દયતાથી હત્યા કરી હતી. એટલું જ નહીં રાજેશે શરીરના 72 ટુકડા કરીને તેને ડીપ ફ્રીઝરમાં રાખી દીધા હતા.

    દિલ્હી: શ્રદ્ધા હત્યા કેસના કારણે લોકો સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાએ દહેરાદૂનનો ચર્ચિત અનુપમા ગુલાટી હત્યા કેસને ફરી એકવાર તાજો કરી દીધો છે. વર્ષ 2010માં દેવભૂમિની શાંત દૂન વેલીમાં બનેલી ઘટનાએ દેહરાદૂન જ નહીં, પરંતુ દેશને પણ હચમચાવી નાંખ્યો હતો.

    17 ઓક્ટોબર, 2010ના રોજ અનુપમાની તેના પતિ રાજેશ ગુલાટીએ નિર્દયતાથી હત્યા કરી હતી. એટલું જ નહીં રાજેશે શરીરના 72 ટુકડા કરીને તેને ડીપ ફ્રીઝરમાં રાખી દીધા હતા. બહેનની કોઈ જાણ ન થતાં તેનો ભાઈ સૂરજ 12 ડિસેમ્બર 2010ના રોજ દિલ્હીથી દેહરાદૂન પહોંચ્યો, ત્યારે આ નિર્મમ હત્યાનો ખુલાસો થયો હતો. 2011માં આ કેસમાં દેહરાદૂન પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

    રાજેશ અને અનુપમાએ કર્યા હતા લવ મેરેજ

    ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું કે, અનુપમા અને રાજેશ ગુલાટી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને હત્યાના દિવસે પણ ઝઘડો થયા બાદ અનુપમાનું માથું પલંગના ખૂણે અથડાયું હતું. ત્યારબાદ રાજેશે અનુપમાને મોઢા પર ઓશીકું દબાવીને હત્યા કરી નાંખી હતી. અનુપમા દિલ્હીની રહેવાસી હતી અને તેણે 1999માં રાજેશ સાથે લવ મેરેજ કર્યા હતા.

    રાજેશ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર હતો. બંને દહેરાદૂનના પ્રકાશ નગરમાં બાળકો સાથે રહેતા હતા. બંને 2000માં અમેરિકા પણ ગયા હતા. 6 વર્ષ પછી પરત આવ્યા બાદ બંને દેહરાદૂનમાં સ્થાયી થયા હતા. હત્યા સમયે ગુલાટી દંપતીના બંને બાળકોની ઉંમર માત્ર 4 વર્ષની હતી.

    આ પણ વાંચો: હાથ પરની આ રેખા પરથી નક્કી થાય છે લગ્નજીવનનું ભવિષ્ય, જાણો તમારા પાર્ટનર સાથે જામશે કે નહીં

    હોલીવુડની મૂવી જોઈ મર્ડર પ્લાન બનાવ્યો

    એવું પણ કહેવાય છે કે હોલિવૂડની એક ફિલ્મ જોતી વખતે રાજેશે અનુપમાને મારી નાંખવાનો વિચાર કર્યો હતો. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે લવ મેરેજમાં પણ આવા સંજોગો આવી શકે છે. આ ગુનાને છુપાવવા માટે રાજેશે એક ડીપ ફ્રીઝર ખરીદ્યું હતું અને તેમાં અનુપમાની લાશ રાખી હતી. મૃતદેહ બરફમાં થીજી ગયો એટલે સ્ટોન કટર મશીનથી અનુપમાના ટુકડા કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેને મસૂરીના જંગલોમાં ફેંકવાનું શરૂ કર્યું હતું.



    વર્ષ 2017માં દહેરાદૂનની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આ ઘટનાને જઘન્ય અપરાધ ગણાવ્યો હતો અને રાજેશને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ સાથે 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસ નૈનીતાલ હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો, જ્યાં રાજેશ ગુલાટીને જામીન મળ્યા નહોતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Crime news, Delhi Crime, Murder case, Shraddha Murder Case, દિલ્હી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन