હેવાનિયત: 60 વર્ષીય ડૉક્ટરે દૂધમાં નશીલો પદાર્થ મેળવી 7 અને 3 વર્ષની બાળકીઓને પીવડાવ્યું, પછી આચર્યું દુષ્કર્મ

આરોપી ડૉક્ટર ભારત ભૂષણ

માતાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી બંને માસૂમ બહેનોને દૂધમાં ઘેનની દવા મેળવી પીવડાવીને આચર્યું દુષ્કર્મ

  • Share this:
    સતેંદ્ર બર્તવાલ, દહેરાદૂનઃ ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂન (Dehradun)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 60 વર્ષના એક ડૉક્ટર (Doctor) પર 3 વર્ષ અને 7 વર્ષની બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ (Rape) આચરવાનો આરોપ છે. આરોપી પોતાને વ્યવસાયે ડૉક્ટર હોવાનું જણાવે છે. તેણે દૂધમાં બેભાન કરવાની દવા મેળવી માસૂમો સાથે દુષ્કર્મ આચર્યું. બંને માસૂમોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ, મામલાની ગંભીરતાને જોતાં પોલીસે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ કેસ નોંધી આરોપી ડૉક્ટરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે.

    મળતી જાણકારી મુજબ, આ મામલો પટેલ નગર પોલીસ સ્ટેશન (Patel Nagar Police Station)ની હદનો છે. અહીં એક તથાકથિત 60 વર્ષના ડૉક્ટર ભારત ભૂષણ પર દૂધમાં નશીલો પદાર્થ મેળવીને 7 અને 3 વર્ષની બે બહેનો સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. આરોપી ડૉક્ટરાન ઘરમાં એક મહિલા પોતાની બે દીકરીઓ સાથે રહેતી હતી. તે મહિલા આ ડૉક્ટરના ઘરનું કામકાજ પણ કરતી હતી. રવિવારે મહિલા પોતાના પરિચિતના ઘરે ગઈ હતી. તે સમયે ભારત ભૂષણે બંને માસૂમોને દૂધમાં બેભાન થવાની દવા મેળવીને પીવડાવી દીધું. જ્યારે બંને બેભાન થઈ ગઈ તો આરોપીએ તેમની સાથે દુષ્કર્મ કર્યું.

    આ પણ વાંચો, લોન માટે SBIની મોટી જાહેરાત, ઓછા વ્યાજ દર સાથે પ્રોસેસિંગ ફી પર 100 ટકાની છૂટ


    બંને પીડિતા થઈ ગઈ હતી બેભાન

    પીડિતાની માતાનું કહેવું છે કે તે એક વાગ્યે જ્યારે ઘરે પહોંચી તો તેણે જોયું કે તેની બંને દીકરીઓ બેભાન પડી છે. તેને આ હાલતમાં જોઈ માતાએ ડૉક્ટરને તે અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે તેની પર કોરોના સંક્રમણ છે. હું જોઈ લઈશ, તું રહેવા દે. પરંતુ માતાએ બાળકીઓને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવી, જ્યાં જાણવા મળ્યું કે તેમની સાથે દુષ્કર્મ થયું છે. ત્યારબાદ પીડિત માતાએ પોલીસને ઘટનાની જાણ કરી.

    આ પણ વાંચો, રસ્તા વચ્ચે આ છોકરાએ સાઇકલથી કર્યા ખતરનાક સ્ટન્ટ, Video જોઈ લોકો બોલ્યા- ગજબ

    ઘટનાસ્થળેથી ધરપકડ

    બીજી તરફ, મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ડૉક્ટરની ધરપકડ કરી લીધી. મામલામાં એએસઆઈ ભુવન ચંદ પૂજારીનું કહેવું છે કે જેવી મામલાની ફરિયાદ મળી, પ્રાથમિક તપાસમાં આરોપી પરના આરોપ સાચા હોવાનું સામે આવ્યું. ત્યારબાદ ઘરે જઈને પોલીસે આરોપી ડૉ. ભારત ભૂષણને પોક્સો એક્ટમાં ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: