ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ અરૂણ જેટલીને આપી શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: August 25, 2019, 7:31 AM IST
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ અરૂણ જેટલીને આપી શ્રદ્ધાંજલિ
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ અરૂણ જેટલીને આપી શ્રદ્ધાંજલિ

ખરાબ સ્વાસ્થ્યને કારણે મોદી સરકારની બીજી ટર્મમાં અરુણ જેટલીએ મંત્રી પદનો સ્વીકાર કર્યો ન હતો.

 • Share this:
નવી દિલ્હી :  પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે બપોરે 12:07 વાગ્યે નિધન થયું હતું. દિલ્હીની AIIMS ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલીને નવમી ઓગસ્ટના રોજ એઇમ્સના ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે.

નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

અરુણ જેટલીના ઘરે ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમિત શાહ ઉપરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ અરુણ જેટલીના નિવાસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમના અને વડાપ્રધાન મોદી વતી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ  વૈંકેયા નાયડુ પણ અરૂણ જેટલીના નિવાસ સ્થાન પર પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અરુણ જેટલીના ઘરે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અરુણ જેટલી વ્યવસાયે વકીલ હતા. નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં અરુણ જેટલીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. અરુણ જેટલીએ નાણા અને રક્ષા મંત્રાલય સંભાળ્યું હતું. તેમણે અનેક વખત સરકારના 'સંકટમોચક' તરીકે પણ કામ કર્યું હતું.

ખરાબ સ્વાસ્થ્યને કારણે મોદી સરકારની બીજી ટર્મમાં અરુણ જેટલીએ મંત્રી પદનો સ્વીકાર કર્યો ન હતો. સપ્ટેમ્બર 2014માં તેમણે ઘણા લાંબા સમય સુધી ડાયાબિટિસની સ્થિતિમાં પોતાના વજનને કાબૂમાં કરવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.

અરુણ જેટલીની સફર પર એક નજર :

 • 28 ડિસેમ્બર, 1952ના રોજ નવી દિલ્હીમાં જન્મ.

 • 1960-69 સુધી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો.
  1973માં નવી દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી.

 • 1977માં દિલ્હી યુનિવર્સિટીમાંથી લૉનો અભ્યાસ કર્યો.

 • 70ના દશકામાં ડીયૂ (દિલ્હી યુનિવર્સિટી)માં વિદ્યાર્થી નેતા અને 1974માં ડીયૂના અધ્યક્ષ બન્યા હતા.

 • ઇમરજન્સી દરમિયાન 19 મહિના સુધી જેલમાં પણ રહ્યા.
  24મી મે, 1982ના રોજ સંગીતા ડોગરા સાથે લગ્ન કર્યા, એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો.

 • 1989માં વીપી સિંહની સરકારમાં દેશના એડિશનલ સોલિસિટર જનરલ બન્યા.

 • વર્ષ 2000થી રાજ્યસભાના સભ્ય અને અનેક મંત્રી પદે રહી ચુક્યા છે.
  2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં નાણા અને રક્ષા મંત્રી બન્યા.

 • કેન્દ્રીય રક્ષા મંત્રી (2014-17) અને સૂચના તેમજ પ્રસારણ મંત્રી (2014-2016)ની જવાબદારી સંભાળી.

 • ખરાબ સ્વાસ્થ્યને કારણે મોદી સરકારની બીજી ટર્મમાં મંત્રી પદ ન સ્વીકાર્યું.
  રાફેલ, જીએસટી અને નોટબંધી જેવા સરકારના નિર્ણયો પર બચાવ માટે હંમેશા ફ્રન્ટ ફૂટ પર રહ્યા.

First published: August 24, 2019, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading