Home /News /national-international /

EXCLUSIVE: રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- યુપીમાં બીજેપીની વાપસી નિશ્ચિત છે, યોગી ફરીથી મુખ્યમંત્રી બનશે

EXCLUSIVE: રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- યુપીમાં બીજેપીની વાપસી નિશ્ચિત છે, યોગી ફરીથી મુખ્યમંત્રી બનશે

રાજનાથ સિંહે ન્યૂઝ18ને કહ્યું કે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે ભાજપ યુપીમાં સત્તામાં વાપસી કરવા જઈ રહ્યું છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) રવિવારે લખનૌમાં ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ની "80 vs 20" ટિપ્પણીને હિન્દુ અને મુસ્લિમના પ્રિઝમથી જોવી જોઈએ નહીં.

વધુ જુઓ ...
  રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) રવિવારે લખનૌમાં ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ની "80 vs 20" ટિપ્પણીને હિન્દુ અને મુસ્લિમના પ્રિઝમથી જોવી જોઈએ નહીં. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections)ને લગતા તમામ પાસાઓ જેમ કે ભાજપનું પ્રદર્શન અને વિપક્ષી પાર્ટીઓના હુમલા પર પોતાના મંતવ્યો આપ્યા હતા.

  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની "80 vs 20" ટિપ્પણી પર તેમણે કહ્યું કે, યોગીજીએ આ નિવેદન કયા સંદર્ભમાં આપ્યું હતું તે યાદ નથી, પરંતુ તેને હિન્દુ અને મુસ્લિમના ચશ્માથી જોવું યોગ્ય રહેશે નહીં. કદાચ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો મતલબ વિરોધ પક્ષોની સરખામણીમાં મોદીજીની લોકપ્રિયતા છે. આપણે તેને હિંદુ-મુસ્લિમ એંગલ ન આપવો જોઈએ.

  આ પણ વાંચો- UP Election 2022: અમદાવાદ બ્લાસ્ટના ચુકાદા અંગે PM મોદીએ આપી પ્રતિક્રિયા

  આ વખતની ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ભાજપની સ્થિતિ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, "યુપીમાં પવનની દિશા એકદમ સ્પષ્ટ છે, ભાજપની લહેર એટલી જોરદાર છે કે કોઈને શંકા ન હોવી જોઈએ. રાજ્યમાં યોગીજીની લોકપ્રિયતા નવી ઊંચાઈએ પહોંચી છે. અમે ફરી એકવાર યુપીમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. અમે (ભાજપ) માત્ર હિંદુઓની જ રક્ષા નથી કરતા પરંતુ સમાજના તમામ વર્ગોના વિકાસ માટે પણ કામ કરીએ છીએ."

  સત્તા વિરોધી લહેર પર રાજનાથ સિંહે કહ્યું, "યુપીમાં સત્તા વિરોધી કોઈ પરિબળ નથી. વર્ષ 2014માં દેશમાં પૂર્ણ બહુમતી સાથે મોદી સરકાર બની હતી, ત્યારબાદ 2019માં અમે પહેલા કરતા વધુ સીટો જીતીને સત્તામાં આવ્યા હતા. અમારા માટે સત્તા વિરોધી લહેર જેવી કોઈ વસ્તુ નથી. અહીં માત્ર પ્રો-ઈન્કમ્બન્સી છે અને યુપીમાં પણ ફરી એકવાર આવું જ થવાનું છે.

  આ પણ વાંચો- UP Election: શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- અખિલેશ યાદવ આજનો 'ઔરંગઝેબ' છે, જે પોતાના પિતાનો ના થયો તે તમારો શું થશે?

  ખેડૂતોના આંદોલન પર રાજનાથ સિંહે કહ્યું કે, ખેડૂત નેતાઓ ત્રણ કૃષિ કાયદાને યોગ્ય રીતે સમજી શક્યા નથી. તેમને આ કાયદાના ફાયદા સમજાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. હું કહેવા માંગુ છું કે વડાપ્રધાને આ મામલે જે પ્રકારની સંવેદનશીલતા દાખવી છે, તેની પ્રશંસા થવી જોઈએ. તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નોંધપાત્ર નિર્ણય લીધો.

  યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, "તેમાં કોઈ શંકા નથી કે તેઓ ફરીથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. યોગીજી યુપીની ચૂંટણી લડી રહ્યા છે. આમાં શંકા ક્યાં છે? યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા અને આ વખતે પણ તેઓ ભાજપનો મુખ્યમંત્રીપદ પદનો ચહેરો છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: 2022 Assembly elections, Rajnath Singh, UP Elections 2022

  આગામી સમાચાર