રક્ષામંત્રી રાજનાથસિંહની મોટી જાહેરાત, 101 રક્ષા ઉપકરણોના આયાત પર પ્રતિબંધ

News18 Gujarati
Updated: August 9, 2020, 10:49 AM IST
રક્ષામંત્રી રાજનાથસિંહની મોટી જાહેરાત, 101 રક્ષા ઉપકરણોના આયાત પર પ્રતિબંધ
રક્ષા મંત્રી રાજનાથસિંહની ફાઇલ તસવીર

આગામી 6-7 વર્ષમાં 4 લાખ કરોડ રૂપિયાની કિંમતના કોન્ટ્રાક્ટ સ્વેદેશી કંપનીઓને આ ઉપરકરણોના ભારતમાં ઉત્પાદન થવાના કારણે મળે તેવું આયોજન

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે રક્ષામંત્રી (Defense minister rajanathsinh) રાજનાથસિંહે આજે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની સત્તાવાર માહિતી આપી હતી. તેમણે જાહેરાત કરી હતી કે 101 (india put ban on import of 101 defense weapons) રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિંબધ મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતની આ સૌથી મોટી પહેલ ગણી શકાય છે. અત્યારસુધી આ ઉપકરણો માટે ભારત અન્ય દેશો પર નિર્ભર હતું જોકે, હવે પછી તેનું ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે.રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે 'આત્મનિર્ભર ભારતનાં નિર્માણની દિશામાં રક્ષા મંત્રાલયનું આ મહત્ત્વનું પગલું છે. ભારતીય કંપનીઓ ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્વદેશી ઉપકરણો તૈયાર કરી શકવા માટે સક્ષમ છે, ભારત આ ઉપકરણો હવે જાત બનાવટનાં જ વાપરશે'આ પણ વાંચો :   Rajastahn Crisis : ગેહલોતના ડરથી સોમનાથ લવાયેલા BJPનાં 6 MLA મોડી રાતે ગાયબ!

રક્ષા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં સમાવિષ્ઠ 101 ઉપકરણોમાં હથિયારો સહિતના ઉપકરણોનો સમાવેશ થાય છે. નિયમ સમય મર્યાદા બાદ તેની આયાત નહીં થાય. આ યાદી રક્ષા મંત્રાલય દ્વારા અનેક વખત ચર્ચા વિમર્શ કર્યા બાદ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો :  વિજયવાડાના કોવિડ સેન્ટરમાં આગ લાગવાથી 7 લોકોનાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

રક્ષામંત્રી રાજનાથસિંહ જણાવ્યું કે 'એપ્રિલ 2015થી 2020થી લઈને 3.5 કરોડ રૂપિયાની અંદાજિત કિંમતની એવી લગભગ 260 યોજનાઓ છે જેને સેનાની ત્રણે પાંખો દ્વારા કરાર આધારિત લેવામાં આવી હતી. આગામી 6-7 વર્ષમાં 4 લાખ કરોડ રૂપિયાની કિંમતના કોન્ટ્રાક્ટ સ્વેદેશી કંપનીઓને આપવામાં આવે તેવો અંદાજ છે.

રાજનાથસિંહે માહિતી આપી હતી કે 101 સંરક્ષણ ઉત્પાદનોની સૂચિમાં સશસ્ત્ર લડાઇ વાહનોનો પણ સમાવેશ થાય છે. રાજનાથસિંહે કહ્યું કે 101 સંરક્ષણ ઉત્પાદનોની સૂચિમાં એસોલ્ટ રાઇફલ્સ, સોનાર સિસ્ટમ્સ, પરિવહન વિમાન, એલસીએચ, રડાર જેવા ઘણા ઉચ્ચ ટેકનોલોજી શસ્ત્રોનો સમાવેશ થાય છે.
Published by: Jay Mishra
First published: August 9, 2020, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading