રાજ્યસભામાં રાજનાથ સિંહે કહ્યું, ચીન LACને માનતું નથી, આપણે દરેક સ્થિતિ માટે તૈયાર

15 જૂને કર્નલ સંતોષ બાબૂએ પોતાના 19 બહાદુર સૈનિકોની સાથે દેશની અખંડતાની રક્ષા કરવા સર્વોચ્ચ બલિદાન આપ્યું, રાજનાથ સિંહ

15 જૂને કર્નલ સંતોષ બાબૂએ પોતાના 19 બહાદુર સૈનિકોની સાથે દેશની અખંડતાની રક્ષા કરવા સર્વોચ્ચ બલિદાન આપ્યું, રાજનાથ સિંહ

 • Share this:
  નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્ર (Parliament Monsoon Session)નો આજે ચોથો દિવસ છે. LAC પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ (India China Faceoff) પર રાજનાથ સિંહે રાજ્ય સભા (Rajya Sabha)માં નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રીએ આ પહેલા મંગળવારે લોકસભા (Lok Sabha)માં નિવેદન આપ્યું હતું. પોતાના સંબોધનમાં રક્ષા મંત્રીએ ચીન પર નિશાન સાધ્યું. રાજનાથ સિંહે કહ્યું કે, ચીનની LACમાં ફેરફારની કરવાની મહેચ્છા છે, જોકે જવાનોએ તેની ઈચ્છાને પહેલી જ પરખી લીધી. રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતીય સૈનિક દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

  રાજ્યસભામાં રક્ષા મંત્રીએ કહ્યું કે, 15 જૂને કર્નલ સંતોષ બાબૂએ પોતાના 19 બહાદુર સૈનિકોની સાથે ભારતની અખંડતાની રક્ષા કરવાના ઉદ્દેશ્યથી ગલવાન ઘાટીમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. આપણા વડાપ્રધાન ખુદ સેનાના મનોબળ વધારવા માટે લદાખ ગયા હતા.


  આ પણ વાંચો, વિદેશ સચિવથી લઈને નીતિ આયોગના CEO સુધીની જાસૂસી કરી રહ્યું છે ચીન

  ભારત અને ચીન સરહદ મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજયસભામાં કહ્યું કે, આપણા સશસ્ત્ર દળોએ સ્પષ્ટ રીતે નિયમોનું પાલન કર્યું છે, જ્યારે ચીન તેનાથી પાછળ હટ્યું છે.

  રક્ષા મંત્રીએ કહ્યું કે, ચીની કાર્યવાહી આપણા વિભિન્ન દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન છે. ચીન દ્વારા સૈનિકોની કાર્યવાહી 1993 અને 1996ની સમજૂતીની વિરુદ્ધ હતું. વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન અને કડક નિરીક્ષણ કરવું સરહદી વિસ્તારમાં શાંતિનો આધાર છે.


  આ પણ વાંચો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 મોટા નિર્ણય જેણે બદલી દીધી દેશની દશા અને દિશા

  કૉંગ્રેસ સાંસદ આનંદ શર્માએ કહ્યું કે ચીનના મુદ્દે અમે સરકારની સાથે છીએ. દેશની સેનાની સાથે ઊભા છીએ. આપણે સૌ એકજૂથ છીએ. બીજી તરફ, પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીએ કહ્યું કે દેશના જવાનોની સાથે ઊભા છીએ. હું સ્પષ્ટીકરણ ઈચ્છું છું. રક્ષા મંત્રીના નિવેદનનો એવો અર્થ છે કે સરકાર દેશની સંપ્રભુતાની રક્ષા માટે કંઈ પણ કરશે? સંપ્રભુતાની રક્ષા કરવાનો અર્થ છે યથાસ્થિતિ કાયમ રાખવી. ગલવાન ઘાટી ક્યારેય વિવાદનું કેન્દ્ર નથી રહ્યું.
  Published by:Mrunal Bhojak
  First published: