રક્ષા મંત્રીએ તેજસમાં ભરી ઉડાણ, પાક.-ચીનના Thunderbirdsથી છે દમદાર

પહેલીવાર છે કે જ્યારે દેશના કોઈ રક્ષા મંત્રીએ સ્વદેશી ફાઇટર પ્લેન તેજસમાં ઉડાણ ભરી છે

પહેલીવાર છે કે જ્યારે દેશના કોઈ રક્ષા મંત્રીએ સ્વદેશી ફાઇટર પ્લેન તેજસમાં ઉડાણ ભરી છે

 • Share this:
  બેંગલુરુમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ ગુરુવાર સવારે સ્વદેશી ફાઇટ પ્લેન તેજસ (Tejas Fighter Aircraft)થી ઉડાણ ભરીને ઈતિહાસ (History) રચી દીધો છે. આવું પહેલીવાર છે કે જ્યારે દેશના કોઈ રક્ષા મંત્રી (Defense Ministe)એ સ્વદેશી ફાઇટર પ્લેન તેજસ (Tejas)માં ઉડાણ ભરી છે. ત્રણ વર્ષ પહેલા જ વાયુસેનામાં સામેલ કરવામાં આવેલા તેજસનું ટૂંક સમયમાં અપગ્રેડ વર્જન પણ આવવાનું છે. રક્ષા અધિકારીઓ મુજબ, તેજસ ભારતીય વાયુસેના (Indian Air Force) ની 45મી સ્ક્વાડ્રન 'ફ્લાઇંગ ડ્રેગન'નો હિસ્સો છે. ફાઇટર પ્લેનને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઇન અને વિકસીત કર્યુ છે. નોંધનીય છે કે, તેજસે 4 જાન્યુઆરી 2001માં પહેલી ઉડાણ ભરી હતી.

  વાયુસેનાએ ડિસેમ્બર 2017માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 83 અપગ્રેડ તેજસ જેટના નિર્માણની જવાબદારી સોંપી હતી. આ પ્લેનનો અંદાજિત ખર્ચ 50 હજાર કરોડ રુપિયા હોવાનું કહેવાય છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંસ્થાન (DRDO)એ આ વર્ષે 21 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાયેલા એર શોમાં તેને ફાઇનલ ઓપરેશનનલ ક્લીયરન્સ જાહેર કર્યુ હતું. DRDOના ક્લિયરન્સ બાદ ટૂંક સમયમાં તેજસ યુદ્ધ માટે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે.

  આ પણ વાંચો, PM મોદીની અમેરિકા યાત્રા માટે પાકિસ્તાને ન આપી એરસ્પેસ, ફગાવી ભારતની માંગ

  તેજસથી ચીન અને પાકિસ્તાન પણ ડરે છે

  તેજસને ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની તાકાતનો અંદાજ એ વાતથી જાણી શકાય છે કે તે પાકિસ્તાન અને ચીનના સંયુક્ત પ્રયાસથી બનાવવામાં અવેલા થંડરબર્ડથી અનેક ગણું દમદાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે તેજસના પ્રદર્શનની વાત કરવામાં આવી હતી તે સમયે પાકિસ્તાન અને ચીને પોતાના થંડરબર્ડને હટાવી દીધું હતું. તેજસ ચોથી પેઢીનું પ્લેન છે અને તેમાં મિગ 21ની તમામ ખામીઓને દૂર કરવામાં આવી છે.

  અટલ બિહારી વાજપેયીએ આપ્યું હતું તેજસ નામ

  હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા આ પ્લેનનું સત્તાવાર નામ તેજસ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આપ્યું હતું. તેને સંસ્કૃતના શબ્દથી લેવામાં આવ્યું છે. તેનો અર્થ થાય છે અતિશય તાકાતવાન ઉર્જા. HALએ તેને હલકા યુદક્ષ્ધ પ્લેન પ્રોજેક્ટ હેઠળ બનાવ્યું છે.  આ પણ વાંચો, ક્યારેય કોઈ ક્ષેત્રીય ભાષા પર હિન્દી થોપવાની વાત નથી કરી : અમિત શાહ
  Published by:Mrunal Bhojak
  First published: