Home /News /national-international /જ્યાં બજાર બંધ, ત્યાં ખૂબ ઓછા પેદા થયા બાળકો: જનસંખ્યા નિયંત્રણને લઈને પાકિસ્તાનના રક્ષામંત્રીએ કર્યો બફાટ
જ્યાં બજાર બંધ, ત્યાં ખૂબ ઓછા પેદા થયા બાળકો: જનસંખ્યા નિયંત્રણને લઈને પાકિસ્તાનના રક્ષામંત્રીએ કર્યો બફાટ
defense minister of pakistan khwaja asif
આ દરમિયાન એક પ્રેસ કોન્ફ્રેન્સ કરીને જ્યારે ઘોષણાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ ઘોષણા પર બોલતા એક નિવેદન આપ્યું હતું, જેની હાલમાં ચારેતરફ ચર્ચા થઈ રહી છે. આખરે એવું તે શું બોલ્યા કે, જેની ચર્ચા છેક અહીં ભારતમાં પણ થઈ રહી છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો સામે આવ્યો છે, જેની હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં દેવાના બોઝા હેઠળ દબાયેલા પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી બની ગઈ છે, જેના માટે સરકાર અલગ અલગ ઉપાયો કરી બહાર આવવા માટે તરફડિયા મારી રહી છે.
આ દરમિયાન એક પ્રેસ કોન્ફ્રેન્સ કરીને જ્યારે ઘોષણાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ ઘોષણા પર બોલતા એક નિવેદન આપ્યું હતું, જેની હાલમાં ચારેતરફ ચર્ચા થઈ રહી છે. આખરે એવું તે શું બોલ્યા કે, જેની ચર્ચા છેક અહીં ભારતમાં પણ થઈ રહી છે.
#Pakistan Defence Minister Khawaja Muhammad Asif claims Pakistan will have less population if markets are closed by 8:30 PM to reduce electricity usage. pic.twitter.com/tNNoMSqVXS
હકીકતમાં, એક પ્રેસ કોન્ફ્રેન્સમાં દેશના આર્થિક સંકટ પર ચર્ચા કર્યા બાદ રક્ષામંત્રી ખ્વાજા આસિફ મીડિયા દ્વારા લોકો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં જ્યાં બજાર આઠ કલાક બંધ રાખવામાં આવી છે, ત્યાં બાળકોની સંખ્યા ઓછી થઈ છે. ત્યાં ઓછા બાળકો જન્મ્યા છે. જો કે, તેમના આ નિવેદનથી એ સ્પષ્ટ નથી થયું કે, તેઓ શું કહેવા માગી રહ્યા છે. ત્યારે આ નિવેદનને લઈને હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. અને તેને લઈને વિવાદ પણ છંછેડાયો છે.
અહીં ઉલ્લેખનિય છે કે, સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાને મંગળવારે ઊર્જા સંરક્ષણ યોજના અંતર્ગત વિવિધ ઉપાયોની ઘોષણા કરી હતી. જેમાં બજારો અને મેરેજ હોલને જલ્દી બંધ કરવામાં આવશે. સરકાર અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે પ્રયાસો કરી રહી છે. ત્યારે આ પ્રેસ કોન્ફ્રેન્સ બાદ રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું આ નિવેદન હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર