નવી દિલ્હી : પાકિસ્તાને (Pakistan) ગુરુવારે દાવો કર્યો હતો કે ભારત તરફથી એક મિસાઇલ (Missile Firing) છોડવામાં આવી છે જે તેના પંજાબ પ્રાંતમાં પડી છે. હવે આ મામલે ભારતના રક્ષા મંત્રાલય (Ministry of Defence)તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે 9 માર્ચે નિયમિત દેખરેખના સમયે ટેકનિકલી ખરાબીના કારણે મિસાઇલનું આકસ્મિક ફાયરિંગ થયું હતું.
રક્ષા મંત્રાલયે કહ્યું કે ભારત સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તેના પર એક ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે જાણ થઇ છે કે જે મિસાઇલ ટેકનિકલી ખરાબીના કારણે ફાયર (India Missile Landing in Pakistan)થઇ છે તે પાકિસ્તાનના વિસ્તારમાં પડી છે. આ ઘટના ખેદજનક છે. મંત્રાલયે એ પણ કહ્યું કે રાહતની વાત એ છે કે તેમાં કોઇ પ્રકારની જાનહાની થઇ નથી.
જણાવી દઈએ કે ભારત તરફથી મિસાઇલ ફાયરિંગને લઇને પાકિસ્તાને ભારતના દુતાવાસ પ્રભારીને સમન્સ કર્યું હતું. પાકિસ્તાને આ મુદ્દે સખત વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન તરફથી પારદર્શી તપાસની માંગ કરવામાં આવી છે.
On 9 March 2022, in the course of routine maintenance, a technical malfunction led to the accidental firing of a missile. The Government of India has taken a serious view and ordered a high-level Court of Enquiry: Ministry of Defence
ભારત પર આરોપ લગાવતા પાકિસ્તાને કહ્યું હતું કે કોઇ ઉપસાવ્યા વગર ભારત તરફથી એક સુપરસોનિક મિસાઇલ છોડવામાં આવી હતી. આ મિસાઇલ પાકિસ્તાની સરહદથી 124 કિમી અંદર પડી છે. આ મિસાઇલને પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમે ટ્રેસ કરી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે આ મિસાઇલ હરિયાણાના સિરસાથી છોડવામાં આવી હતી.
જાણકારી પ્રમાણે ટેકનિકલી ખામીના કારણે આકસ્મિક ફાયરિંગના કારણે જે મિસાઇલ પાકિસ્તાનમાં પડી હતી તે વિસ્તાર મિયા ચુન્નુ કહેવાય છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તાર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના મુખીયા મસુદ અઝહરના ઘરથી 160 કિમી દૂર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર