સંરક્ષણ મંત્રાલયે ભારત ચીન વિવાદ પછી તેની વેબસાઇટથી ત્રણ વર્ષનો માસિક અહેવાલ હટાવ્યો

News18 Gujarati
Updated: October 8, 2020, 1:06 PM IST
સંરક્ષણ મંત્રાલયે ભારત ચીન વિવાદ પછી તેની વેબસાઇટથી ત્રણ વર્ષનો માસિક અહેવાલ હટાવ્યો
પ્રતિકાત્મક તસવીર

રિપોર્ટ અપલોડ કર્યા પછી MOD વેબસાઇટ પર પૂર્વ લદાખમાં ભારતીય ક્ષેત્રમાં ચીની ધૂસણખોરીના જે દસ્તાવેજ છે તેને દૂર કરવામાં આવ્યા છે.

  • Share this:
રક્ષામંત્રાલયે હાલમાં જ પોતાની વેબસાઇટથી 2017 પછીના તમામ મંથલી રિપોર્ટેસને દૂર કર્યા છે. આ રિપોર્ટમાં લદાખમાં ચીન (Indian China Faceoff) દ્વારા એકતરફા આક્રમણ અને વર્ષ 2018માં ડોકલામ ગતિરોધની જાણકારી પણ હાજર છે. અંગ્રેજી છાપા ધ ઇન્ડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ મુજબ મંત્રાલયે કહ્યું કે પહેલી રિપોર્ટ જલ્દી જ ઓક્ટોબરમાં જ વેબસાઇટ પરથી પાછી લેવામાં આવશે. રિપોર્ટ મુજબ મંત્રાલયે કહ્યું કે સાર્વજનિક રૂપથી આ રિપોર્ટ તૈયાર કરવા અને તે શેર કરવા માટે તંત્રને વધુ વ્યાપક બનાવવા આ કરી રહ્યું છે.

ગતિરોધ શરૂ થવાના ત્રણ મહિના પછી તેને અપલોડ કર્યાના બે દિવસ પછી MOD વેબસાઇટ પર પૂર્વ લદાખમાં ભારતીય ક્ષેત્રમાં ચીની ધૂસણખોરીના જે દસ્તાવેજ છે તેને 6 ઓગસ્ટના રોજ દૂર કરવામાં આવ્યા હતા. News18ના સુત્રો મુજબ દરેક રિપોર્ટને સાર્વજનિક કરવા પહેલા વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવે છે. અને આ રિપોર્ટ સામાન્ય રીતે મોટા ઓપરેશન વિષે કંઇ કહેવામાં નથી આવતું. આમાં બાલાકોટ હવાઇ કેસ, ભારત-પાકિસ્તાનની વચ્ચે હવાઇ લડત અને ડોકલામ તૈનાતી સામેલ છે.

વધુ વાંચો :  હાથરસ કાંડ : મુખ્ય આરોપી સંદીપે SPને પત્ર લખીને કહ્યું, મહિલાથી મિત્રતા હતી, મા-ભાઇએ કરી છે હત્યા

6 ઓગસ્ટે આ રિપોર્ટ દૂર કરવામાં આવ્યું છે. ચીનથી 17 થી 18 મે વચ્ચે લદાખમાં કુંગરાંગ નાલા, ગોગરા અને પેંગોંગ ત્સો તળાવની ઉત્તરી કિનારે અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 5 મેના રોજ આ આક્રમણ થયું હોવાની LAC નોંધવાામાં આવ્યું હતું. 5 અને 6 મેના રોજ પૈંગોંગ ત્સો તળાવ પાસે ભારત અને ચીનની સેનાની વચ્ચે ઝડપ થઇ છે. પણ આ તમામ જાણકારી આપ્યાના થોડા જ સમયમાં આ તમામ ડોક્યુમેન્ટને વેબસાઇટથી દૂર કરવામાં આવ્યા છે.મંત્રાલયે દસ્તાવેજમાં કહ્યું કે આ વિવાદ લાંબો ચાલી શકે છે. ભારત ચીનની વચ્ચે વિવાદનો અંત આવે તે માટે હાલ બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરે વાતચીત ચાલી રહી છે. પણ તેનો હજી સુધી કોઇ ઉકેલ નથી આવ્યો. સાથે જ એલએસી પર તણાવ પણ વધ્યો છે. પણ સ્થિતિ હજી પણ વણસે તેવી સંભાવના રહેલી છે.
Published by: Chaitali Shukla
First published: October 8, 2020, 1:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading