Home /News /national-international /ટેંક, મિસાઇલ, ફાઇટર પ્લેન, 76 હજાર કરોડથી વધારે સૈન્ય સામાનની ખરીદીને રક્ષા મંત્રાલયે મંજૂરી આપી

ટેંક, મિસાઇલ, ફાઇટર પ્લેન, 76 હજાર કરોડથી વધારે સૈન્ય સામાનની ખરીદીને રક્ષા મંત્રાલયે મંજૂરી આપી

મંત્રાલયના મતે એનજીસી દેખરેખ અને હુમલા સહિત વિભિન્ન ભૂમિકાઓ માટે ઉપયોગી હશે

Ministry of Defence - મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદે આ પ્રસ્તાવોને મંજૂરી આપી

નવી દિલ્હી : રક્ષા મંત્રાલયે (Ministry of Defence) સોમવારે એક મહત્વપૂર્ણ પગલું ભરતા ઘરેલું ઉદ્યોગોથી 76,390 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણ અને અન્ય સામાન ખરીદવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહની (Rajnath Singh)અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદે આ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું કે ભારતીય નૌસેના માટે ડીએસીએ લગભગ 36,000 કરોડ રૂપિયાની અંદાજિત ખર્ચથી આગામી પેઢીના કોરવેટ (એનજીસી)ની ખરીદીને મંજૂરી આપી છે. કોરવેટ એક પ્રકારનું નાનું પોત હોય છે.

મંત્રાલયના મતે એનજીસી દેખરેખ અને હુમલા સહિત વિભિન્ન ભૂમિકાઓ માટે ઉપયોગી હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે એનજીસીનું નિર્માણ ભારતીય નૌસેનાના નવા ઇન હાઉસ ડિઝાઇનના આધારે કરવામાં આવશે. આ પોતના નિર્માણ માટે નવીનતમ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો - કોરોના અને મંકીપોક્સના ખતરા વચ્ચે ભારતમાં આવ્યો નવો નોરો વાયરસ, જાણો લક્ષણો અને બચાવની રીત

સ્વદેશીકરણને વધારવાના ઉદ્દેશ્ય સાથે ડીએસીએ હિંન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડોર્નિયર વિમાન અને એસયૂ-30 એમકેઆઈ એયરો એન્જીનના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ડીએસીએ ભારતીય થલ સેના માટે દુર્ગમ ક્ષેત્ર માટે અનુકુળ ટ્ર્ક (આરએફએલટી), વિશેષ ટેંક (બીએલટી) વગેરે સાથે એટીજીએમ અને અન્ય હથિયારોની ઘરેલું સ્ત્રોતોથી ખરીદી માટે નવી મંજૂરી આપી છે.

નૌસેના માટે 36000 કરોડ રૂપિયા

નૌસેના માચે 36000 કરોડ રૂપિયાના ખર્ચથી Next Generation Corvettes ખરીદવામાં આવશે. આ એવા જંગી જહાજ હોય છે જે દુશ્મન દેશો પર નજર રાખવા, વ્યાપારિક જહાજોને સુરક્ષા આપવા, સૈનિકોને સમુદ્ર દ્રારા હુમલામાં મદદ કરવી અને શોધીને હુમલો કરવા જેવી કાર્યવાહી કરી શકાય છે. આ Corvettes ને નૌસેનાની ડિઝાઈનના આધાર સ્વદેશમાં જ બનાવવામાં આવશે.

આ પણ વાંચો - પીએમે લોન્ચ કર્યું જન સમર્થ પોર્ટલ, હવે લોકોને આસાનીથી મળશે લોન, જાણો કેવી રીતે?

ડિજિટલ કોસ્ટ ગાર્ડ પરિયોજનાને પણ મંજૂરી

વાયુસેના માટે હિન્દુસ્તાન એયરોનોટિકલ લિમિટેડમાં ડોર્નિયર અને સુખોઇ એરક્રાફ્ટ માટે એન્જીન બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે. આખા દેશમાં સમુદ્ર તટો પર સુરક્ષિત નેટવર્ક બનાવવા માટે ડિજિટલ કોસ્ટ ગાર્ડ પરિયોજનાને પણ મંજૂરી મળી ગઈ છે.

ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. સોમવારે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ (APJ Abdul Kalam Island) પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ (Ballistic Missile Agni-4) કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનું સફળ પરીક્ષણ દેશની સૈન્ય ક્ષમતામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. સંરક્ષણ મંત્રાલયે એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષણ લગભગ સાંજે 7.30 વાગ્યે કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતની "વિશ્વસનીય લઘુત્તમ અવરોધ"ની નીતિને પુનઃપુષ્ટ કરે છે
First published:

Tags: Armed Forces, Rajnath Singh

विज्ञापन