રક્ષા મંત્રી રાજનાથ સિયાચિન જવા રવાના, સરહદે સુરક્ષા તૈયારીનું કરશે નિરીક્ષણ

રાજનાથ સિંહ આતંકવાદ વિરોધી અભિયાન તથા પાકિસ્તાન સરહદો પર સુરક્ષા તૈયારીનું નિરીક્ષણ કરશે

News18 Gujarati
Updated: June 3, 2019, 9:34 AM IST
રક્ષા મંત્રી રાજનાથ સિયાચિન જવા રવાના, સરહદે સુરક્ષા તૈયારીનું કરશે નિરીક્ષણ
રક્ષા મંત્રી રાજનાથ સિંહ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: June 3, 2019, 9:34 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : રક્ષા મંત્રીનું પદ સંભાળ્યા બાદ રાજનાથ સિંહ સોમવારે પહેલીવાર સિયાચિન ગ્લેશિયર અને શ્રીનગરના પ્રવાસે જઈ રહ્યા છે. અહીં તેઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ નિરોધક અભિયાનની સાથોસાથ પાકિસ્તાન સરહદો પર સુરક્ષા તૈયારીનું નિરીક્ષણ કરશે.

ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું કે, રાજનાથ સિંહ રક્ષા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ પહેલા પ્રવાસમાં સૌથી પહેલા સિયાચિન ગ્લેશિયર જઈ રહ્યા છે, જેને દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધક્ષેત્ર માનવામાં આવે છે. અહીં તેઓ ફિલ્ડ કમાન્ડરો અને જવાનોની સાથે વાતચીત કરશે. રક્ષા મંત્રીની સાથે સેના જનરલ પ્રમુખ બિપિન રાવત પણ જઈ રહ્યા છે.

રાજનાથ સિંહ સિયાચિન બાદ શ્રીનગર જશે, જ્યાં ઉત્તરી સેન્ય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ અને લેહ સ્થિત 14 કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાઈ કે જોશી, તેમને પાકિસ્તાન સરહદે સુરક્ષાની સ્થિતિ વિશે તથા આતંકવાદ નિરોધ અભિયાનો વિશે જાણકારી આપશે.

દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધક્ષેત્ર

સિયાચિન ગ્લેશિયરની ગણતરી દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે થાય છે. કોરાકોરૂમ રેન્જમાં સ્થિત સિયાચિન ગ્લેશિયર દુનિયાનું સર્વોચ્ચ સૈન્ય ક્ષેત્ર છે, જ્યાં જવાનોને અતિશય હાડ થીજવતી ઠંડી અને બરફના તોફાનોનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા
Loading...

સિયારિન ગ્લેશિયર પર ભૂસ્ખલન અને હિમસ્ખલન સામાન્ય બાબત છે. અહીં તાપમાન શૂન્યથી 60 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધી ચાલ્યું જાય છે. 1984થી લઈને અત્યાર સુધી અહીં લગભગ 900 જવાન શહીદ થઈ ચૂક્યા છે. જેમાંથી મોટાભાગની શહાદત હિમસ્ખલન અને ખરાબ હવામાનના કારણે થઈ.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...