રક્ષા મંત્રી રાજનાથ સિંહના દીકરા અને નોઇડાના MLA પંકજ સિંહ કોરોના પોઝિટિવ, હૉસ્પિટલમાં દાખલ

News18 Gujarati
Updated: September 2, 2020, 8:37 AM IST
રક્ષા મંત્રી રાજનાથ સિંહના દીકરા અને નોઇડાના MLA પંકજ સિંહ કોરોના પોઝિટિવ, હૉસ્પિટલમાં દાખલ
પંકજ સિંહે ટ્વિટ કરી જણાવ્યું કે, કોરોનાના પ્રારંભિક લક્ષણ દેખાતાં ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

પંકજ સિંહે ટ્વિટ કરી જણાવ્યું કે, કોરોનાના પ્રારંભિક લક્ષણ દેખાતાં ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

  • Share this:
નોઇડાઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ના દીકરા અને નોઇડાથી બીજેપી ધારાસભ્ય પંકજ સિંહ (MLA Pankaj Singh) કોરોના (COVID-19) સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તેઓએ જાતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય જનતાની સાથે ઉત્તર પ્રદેશ સરકારના અનેક મંત્રી અને ધારાસભ્ય કોરોના (Coronavirus) સંક્રમણની ઝપટમાં આવી ચૂક્યા છે. યોગી સરકારના બે મંત્રી ચેતન ચૌહાણ અને કમલ રાની વરૂણના સંક્રમણના કારણે મોત પણ થઈ ચૂક્યા છે.

નોઇડાના ધારાસભ્ય પંકજ સિંહે ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, કોરોનાના પ્રારંભિક લક્ષણ દેખાતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. તેઓએ જણાવ્યું કે ડૉક્ટર્સની સલાહ પર હૉસ્પિટલમાં દાખલ છે. તેઓએ લોકોને અનુરોધ કર્યો કે જે પણ લોકો હાલમાં તેમના સંપર્કમાં આવ્યા છે, મહેરબારી કરી પોતાને આઇસોલેટ કરી તપાસ કરાવડાવે.

આ પણ વાંચો, India-China Rift: ચીનનો LAC પર ઘૂસણખોરીનો દાવ ઊંધો પડ્યો, ભારતીય સેનાએ મજબૂત કરી લીધી પોઝિશન

મંત્રી જી.એસ. ધર્મેશ તથા ધારાસભ્ય હેમલતા દિવાકર પણ સંક્રમિત

બીજી તરફ, મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી જી.એસ. ધર્મેશનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને હોમ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. જી.એસ. ધર્મેશ યોગી સરકારમાં સમાજ કલ્યાણ રાજ્યમંત્રી છે. આ ઉપરાંત ધારાસભ્ય હેમલતા દિવાકર પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો, જેલમુક્ત થયા બાદ ડૉ. કફીલે કહ્યું- ઉત્તર પ્રદેશના રાજા કરી રહ્યા છે બાળહઠ


ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર ચાલુ છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19થી વધુ 57 લોકોના મોત થવાથી હોબાળો થઈ ગયો છે. બીજી તરફ, 5571 લોકો કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ પણ થઈ છે.
Published by: Mrunal Bhojak
First published: September 2, 2020, 8:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading