સંસદના શિયાળુ સત્ર (Winter Session of Parliament)માં ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) તમિલનાડુના કુન્નુર પાસે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટના (Helicopter crash) પર નિવેદન આપ્યું. આ દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat), તેમના પત્ની મધુલિકા રાવત સહિત 11 લોકોના મોત થયા હતા. લોકસભામાં દુર્ઘટના પર નિવેદન આપતા સુરક્ષા મંત્રીએ કહ્યું- જનરલ રાવત એક કાર્યક્રમને સંબોધવા માટે શેડ્યુલ વિઝિટ પર હતા.
રક્ષા મંત્રીએ કહ્યું કે, બુધવારે 12.8 વાગ્યે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેમણે કહ્યું કે, ‘એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હાલમાં લાઈફ સપોર્ટ પર છે અને તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’ આ ઉપરાંત, તપાસ ટીમ ગઈકાલે જ વેલિંગ્ટન પહોંચી હાઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.
રક્ષામંત્રીએ કહ્યું કે, CDS જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. અન્ય સૈન્ય કર્મચારીઓના અંતિમ સંસ્કાર યોગ્ય લશ્કરી સન્માન સાથે કરવામાં આવશે.
લોકસભાએ તમિલનાડુમાં કુન્નુર પાસે લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય અધિકારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા બે મિનિટનું મૌન પાળ્યું હતું.
બીજી તરફ, રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે CDS બિપિન રાવત અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા સૈનિકોના સન્માનમાં (12 રાજ્યસભા સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ) આજે વિરોધ ન કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો છે. અમે સુરક્ષા મંત્રી રાજનાથ સિંહના સંબોધનમાં પણ હાજરી આપીશું. રાજ્યસભામાં પણ સભ્યોએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.
લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહનુ નિવેદન આપ્યુ સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.તમામ પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યા. લોકસભા અધ્યક્ષે CDS બિપિન રાવતને શ્ર્દ્ધાંજલી અર્પણકરી pic.twitter.com/RsHvpocy4C
જનરલ રાવત 17 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી ભારતીય સેનાના પ્રમુખ હતા. તેમને 31 ડિસેમ્બર 2019ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જનરલ રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના નિધન પર આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે અને અન્ય સૈન્ય અધિકારીઓએ શોક વ્યક્ત કર્યો. સેનાએ ટ્વીટ કર્યું, 'જનરલ બિપિન રાવતનું દ્રઢ અને પ્રેરણાદાયી નેતૃત્વ હંમેશા અમારી યાદોમાં રહેશે. ભારતીય સેના તેમના અમૂલ્ય યોગદાન માટે હંમેશા ઋણી રહેશે.’
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર