લેહ પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ફોરવર્ડ લોકેશન પર જવાનો સાથે કરી વાત

રાજનાથ સિહની સમક્ષ પેરા કમાન્ડોએ પેન્ગોન્ગ લેકની પાસે યુદ્ધ અભ્યાસ કરી પોતાની તાકાત દર્શાવી

રાજનાથ સિહની સમક્ષ પેરા કમાન્ડોએ પેન્ગોન્ગ લેકની પાસે યુદ્ધ અભ્યાસ કરી પોતાની તાકાત દર્શાવી

 • Share this:
  નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) પોતાના બે દિવસીય લદાખ (Ladakh) અને જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પ્રવાસે લેહના સ્ટકના પહોંચી ગયા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડો પ્રદર્શન કરતાં જોવા મળ્યા. રક્ષા મંત્રી રાજનાથ સિહની સમક્ષ પેન્ગોન્ગ લેકની પાસે પેરા કમાન્ડોએ યુદ્ધ અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, પેન્ગોન્ગ લેક એ જ વિસ્તાર છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. ભારતના રક્ષા મંત્રીની હાજરીમાં એક પછી એક ચીનને પોતાની તાકાતનો અહેસાસ કરાવી રહ્યા છે. રક્ષા મંત્રીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને પણ ઉપસ્થિત છે.

  સમાચાર એજન્સી ANI મુજબ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ લેહ માટે આજે સવારે રવાના થયા. ભારત-ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અનેકવાર દિલ્હીમાં સેના પ્રમુખ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સાથે બેઠક કરીને બોર્ડર પર હાલતની અપડેટ્સ લેતા રહ્યા છે.


  આ પણ વાંચો, ટ્રમ્પે કહ્યું, ભારત અને ચીનના લોકોને પ્રેમ કરું છું, શાંતિ માટે કંઈ પણ કરીશ

  રક્ષા મંત્રી આજે લદાખ અને કાલે શ્રીનગર જશે અને પાકિસ્તાનની સરહદની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરશે અને અધિકારીઓ સાથે ચર્ચા કરશે.


  આ પણ વાંચો, સોલર ઓર્બિટરે ક્લિક કરી સૂરજની સૌથી નજીકની તસવીરો, દરેક સ્થળે આગની જ્વાળાઓ

  નોંધનીય છે કે, ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદ જુલાઈના પહેલા સપ્તાહમાં જ રાજનાથ સિંહને લેહ જવાનું હતું. પરંતુ ત્યારે અચાનક તેમનો પ્રવાસ રદ થઈ ગયો હતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે લેહ પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને લદાખમાં સેનાને સંબોધિત પણ કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: