રાફેલ શસ્ત્ર પૂજા વિવાદ અંગે રાજનાથે કહ્યુ- નાનપણથી માનું છું કે કોઈ મહાશક્તિ છે

રાફેલ શસ્ત્ર પૂજા વિવાદ અંગે રાજનાથે કહ્યુ- નાનપણથી માનું છું કે કોઈ મહાશક્તિ છે
ફ્રાંસમાં રાફેલની પૂજા કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ

રાફેલ પૂજનને ખડગેને ગણાવ્યો હતો તમાશો ; રક્ષા મંત્રીએ કહ્યુ, જે મને યોગ્ય લાગ્યું તે મેં કર્યુ

 • Share this:
  નવી દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ગુરુવાર મોડી રાત્રે ફ્રાંસ (France) પ્રવાસથી સ્વદેશ પરત આવ્યા. તેઓ રાફેલ (Rafale) પ્લેન લેવા માટે ફ્રાંસ ગયા હતા. દેશ પરત ફરતાં જ રક્ષા મંત્રીએ રાફેલની પૂજા કરવા પર ઊભા થયેલા વિવાદ પર જવાબ આપ્યો હતો.

  રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, જે મને યોગ્ય લાગ્યું મેં તે જ કર્યું. આ અમારી આસ્થા છે કે કોઈ 'સુપરપાવર' છે અને હું તેની પર નાનપણથી વિશ્વાસ કરી રહ્યો છું. મને લાગે છે કે કૉંગ્રેસ પાર્ટીમાં પણ આ મામલે મત-મતાંતર હશે. જરૂરી નથી કે દરેકનો આવો જ મત હોય.  રાફેલ પૂજનને મલ્લિકાર્જુન ખડગેને ગણાવ્યો હતો તમાશો

  વરિષ્ઠ કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવેલી રાફેલની પૂજાને તમાશો ગણાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે જ્યારે કૉંગ્રેસ પાર્ટીએ બોફોર્સ તોપ ખરીદી હતી ત્યારે કોઈ તેને આ પ્રકારના દેખાડો કરીને લેવા નહોતું ગયું.

  રાફેલ પૂજાના સમર્થમાં આવ્યા નિરૂપમ, કહ્યુ- શસ્ત્ર પૂજા તમાશો નથી, ખડગે નાસ્તિક છે

  રાફેલ પ્લેનની રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવેલી પૂજા વિશે કૉંગ્રેસમાં જ મતભેદ બહાર આવ્યો છે. પહેલા મલ્લિકાર્જુન ખડગેએ શસ્ત્ર પૂજાને તમાશો ગણાવ્યો તો સંજય નિૂરપણ તેમની પર ભડકી ગયા. સંજય નિરૂપમે કહ્યુ છે કે, શસ્ત્ર પૂજાને તમાશો ન કહી શકાય. આપણા દેશમાં શસ્ત્ર પૂજાની જૂની સંસ્કૃતિ છે. સમસ્યા એ છે કે ખડગેજી નાસ્તિક છે પરંતુ કૉંગ્રેસ પાર્ટીમાં દરેક વ્યક્તિ નાસ્તિક નથી.
  First published:October 11, 2019, 07:37 am

  ટૉપ ન્યૂઝ