હવે ઇન્ડિયન આર્મીમાં મહિલાઓની થશે ભરતી, રક્ષા મંત્રાલયની મંજુરી મળી

News18 Gujarati
Updated: April 25, 2019, 9:10 PM IST
હવે ઇન્ડિયન આર્મીમાં મહિલાઓની થશે ભરતી, રક્ષા મંત્રાલયની મંજુરી મળી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
સેનાએ પહેલી વખત મહિલાઓની ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. રક્ષા મંત્રાલયે પણ આ અંગેની મંજૂરી આપી દીધી છે. જાન્યુઆરીમાં સેના પોલીસમાં પહેલી વખતમાં મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમના કહ્યાં પ્રમાણે સેના પોલીસમાં મહિલાઓની 20 % ભાગીદારી હશે. મહીલાઓની ભરતી પીબીઓઆર(પર્સનલ બિલો ઓફિસર રેંક)રોલમાં કરવામાં આવશે.

અહીં ક્લિક કરી વાંચોઃ વારાણસીમાં PM મોદીએ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા મૈયાની કરી મહાઆરતીસેનાની પોલીસમાં સામેલ થનારી મહિલાઓ દુષ્કર્મ અને છેડતી જેવા મામલાઓની તપાસ કરશે. સેના પોલીસની ફરજ સૈન્યના છાવણીની દેખરેખ કરવાનું હોય છે. સેના પોલીસ શાંતિ અને યુદ્ધના સમયે જવાનો અને સામાનની હેરફેરનું સંચાલન કરે છે. સેના પોલીસમાં 800 મહિલાઓને ભરતી કરવામાં આવશે. દર વર્ષે 52 ટકા મહિલાઓની ભરતી કરવામાં આવશે. અત્યાર સુધી સેનાની મેડિકલ, સિગ્નલ, એજ્યુકેશન અને એન્જિનયરિંગ દળમાં મહિલાઓને સામેલ કરવામાં આવે છે. મહિલાઓને યુદ્ધમાં સામેલ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

રક્ષા રાજ્ય મંત્રી સુભાષ ભામરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સેનામાં મહિલાઓની ભાગીદારી 3.80ટકા છે. જ્યારે વાયુસેનામાં 13.09ટકા અને નૌસેનામાં 6 ટકા મહિલાઓ છે.
First published: April 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading