આતંકવાદ સામે લડવા ભારતીય સેના થશે સજ્જ, 2420 કરોડના કોન્ટ્રાક્ટને મળી મંજૂરી

  • Share this:
નેવી પાસે રહેલા એરક્રાફ્ટ P8iની તાલીમ માટે સોલ્યુશન અને આર્મી માટે અત્યાધુનિક કોમ્યુનિકેશન સાધનોની ખરીદી કરવામાં આવશે. 1949.32 કરોડના ખર્ચે નેવીના પાયલોટ માટે સોલ્યૂશન અમેરિકાના બોઈંગ કંપની પાસેથી લાવવામાં આવશે. આ બોઈંગ દ્વારા હવે ટ્રેની પાયલોટને લાઈવ એરક્રાફ્ટની જગ્યાએ સિમ્યુલેટર પર ટ્રેનિંગ આપવામાં આવશે. તે માટે સોલ્યુશન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચાર નવા એરક્રાફ્ટ માટે આપવામાં આવ્યા છે ઓર્ડર

આનાથી ટ્રેનિગ ખર્ચમાં ઘટાડો થશે અને સરળતા પણ રહેશે. તમને જણાવી દઈએ કે, નેવી પાસે સમુદ્રના સુરક્ષાને લઈને લાંબા અંતર સુધી દેખરેખ રાખવા માટે 2013થી પી-8આઈ( P8i) વિમાન છે. P8i વિમાન ઉંડા પાણીમાં રહેલી સબમરિનને શોધવામાં પણ સક્ષમ છે. હાલમાં નેવી પાસે આવા આઠ એરક્રાફ્ટ છે અને ચાર નવા લેવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે.

p8i aircraft india


ઈન્ડો-ઇઝરાયેલ વચ્ચે 50 કરોડ ડોલરની કરાર રદ્દ

નેવી ઉપરાંત આર્મી માટે 470 કરોડના ખર્ચે અપગ્રેડ સંચાર ઉપકરણ પણ લેવામાં આવશે. જેથી સેના આતંકીઓ પાસે રહેલ અત્યાધુનિક સંચાર ઉપકરણથી મુકાબલો કરી શકે. આ પહેલા બે જાન્યુઆરીએ વાયુસેના માટે સ્માર્ટ બોંમ અને નૌસેના માટે બરાક મિસાઈલ ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

આ સંચાર પ્રણાલીને જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર લગાવવાની સંભાવના છે. નૌસેનાના પી8આઈ એન્ટી-સબમરીન યુદ્ધ વિમાનોના સિમ્યુલેશન આધારિત પ્રશિક્ષણ સમાધાન પર મંત્રાલયે કહ્યું કે, અભ્યાસ સમાધાન આઈ-8આઈ વિમાન અને મિશન પ્રણાલીઓની જેમ જ છે. આ ભારતીય નૌસેનાને પ્રશિક્ષિત કરવા અને P8i વિમાન સાથે જોડાયેલા મિશનના અભ્યાસ કરવામાં મદદ કરશે.
First published: