#MeToo મામલોઃ અકબરના માનહાનિ કેસ અંગે આજે થશે સુનાવણી

એમ જે અકબરની ફાઇલ તસવીર

દિલ્હીની એક અદાલત પત્રકાર પ્રિયા રમાની સામે કરેલા એમજે અકબરના ગુનાહિત માનહાનિ મામલામાં આજે ગુરુવારે સુનાવણી કરશે.

  • Share this:
    દિલ્હીની એક અદાલત પત્રકાર પ્રિયા રમાની સામે કરેલા એમજે અકબરના ગુનાહિત માનહાનિ મામલામાં આજે ગુરુવારે સુનાવણી કરશે. રમાનીએ અકબર ઉપર શારીરિક દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. રમાની સામે અકબરે માનહાનિની ફરિયાદ નોંધાવી છે જેની સુનાવણી પટિયાલા હાઉસ કોર્ટમાં થનારી છે.

    ઉલ્લેખનીય છે કે અકબરે બુધવારે વિદેશ રાજ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. લો ફર્મ કરંજાવાલા એન્ડ કંપનીએ તેમના વકીલ સંદીપ કપૂરને જણાવ્યું કે એડિશનલ ચિફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ ગુરુવારે ખાનગી ગુનાહિત માનહાનિ અંગે સુનાવણી કરશે.

    વકીલે અકબરના સંક્ષિપ્ત રાજીનામાને પણ આગળ પ્રેષિત કરી દીધું હતું. અકબરે પોતાના પત્રમાં કહ્યું હતું કે, "મેં વ્યક્તિગત રીતે કાયદાની અદાલતમાં ન્યાય મેળવવાનો નિર્ણય કર્યો છે. જેનાથી મને એ યોગ્ય લાગ્યું કે, પોતાના પદથી રાજીનામું આપી દઉં"

    પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, "હું મારી સામે લગાવેલા બધા જ આરોપોને ખાનગી રીતે પડકાર આપું છું. અંતઃ હું વિદેશ રાજ્યમંત્રી પદને ત્યાગી દઇશ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો ખુબ જ આભારી છું કે, તેમણે મને દેશની સેવા કરવા માટે તક આપી."

    કપૂરે જણાવ્યું કે મામલો વિચારાધીન છે એટલે કાયાદો પોતાનું કામ કરશે. અમે પહેલા જ માનહાનિ કેસ દાખલ કરી ચુક્યા છે. અમે હવે કોર્ટમાં જોઇશું.
    Published by:ankit patel
    First published: