Home /News /national-international /પંજાબ: સીએમ ભગવંત માન અને એક મંત્રી વિરુદ્ધ નોંધાયો માનહાનીનો કેસ, લગાવ્યો છે આ ગંભીર આરોપ

પંજાબ: સીએમ ભગવંત માન અને એક મંત્રી વિરુદ્ધ નોંધાયો માનહાનીનો કેસ, લગાવ્યો છે આ ગંભીર આરોપ

પંજાબ સીએમ વિરુદ્ધ માનહાનીનો કેસ

Punjab Politics: શિરોમણી અકાલી દળ અમૃતસરથી સાંસદ સિમરનજીત સિંહ માનના દિકરા ઈમાન સિંહ માને મુખ્યમંત્રી ભગવંત માન અને ગ્રામિણ તથા પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ પર તેમના દિકરા અને તેમના પિતા પર ખોટા આરોપ લગાવવા પર માનહાનીનો કેસ નોંધાયો છે. આ કેસમાં આગામી સુનાવણી 5 નવેમ્બરે થશે.

વધુ જુઓ ...
    ચંદીગઢ: શિરોમણી અકાલી દળ અમૃતસરના સાંસદ સિમરનજીત સિંહ માનના દિકરા ઈમાન સિંહ માને મુખ્યમંત્રી ભગવંત માન અને ગ્રામિણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ પર તેમના અને તેમના પિતા વિરુદ્ધ ખોટ આરોપ લગાવવા પર માનહાનીનો કેસ નોંધાવ્યો છે. વકીલ એએસ સુખિજાના માધ્યમથી ભારતીય દંડ સંહિતાની કલમ 499, 500 અને 120 બી અંતર્ગત દાખલ અરજીમાં ઈમાન સિંહ માને કહ્યું કે, સીએમ અને મંત્રીએ મોહાલીમાં માઝરી તાલુકામાં 125 એકર પંચાયત જમીન હડપવાન ખોટો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં આગામી સુનાવણી 5 નવેમ્બરે થશે.

    ઈમાન સિંહ માને કહ્યું કે, આવું કરીને નેતાઓએ ડાયરેક્ટ તેમની અને તેના પિતા સાંસદ સિમરનજીત સિંહ માનની પ્રતિષ્ઠા અને વ્યક્તિત્વ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, નગ્ગલ ગામ વિસ્તારના ક્ષેત્રમાં બંને વ્યક્તિઓ દ્વારા સાર્વજનિક રીતે ખોટા અને દુર્ભાવનાપૂર્ણ નિવેદનો આપ્યા હતા. ફરિયાદ કર્તાએ કહ્યું કે, હકીકતમાં તેમની પાસે છોટી બડી નગ્ગલ ગામમાં ફક્ત પાંચ વીધા જમીન છે. તેમણે કહ્યું કે, જમીનનો એક નાનો ટુકડો તેમને તેમના દિવંગત દાદા જોગિંદર સિંહ માને 1997માં ભેટમાં આપ્યો હતો.

    આ પણ વાંચો:  ભાજપને પંજાબમાં એક સીટ 18 કરોડ તો યૂપીમાં 87 લાખમાં પડી, જોઈ લો અન્ય પાર્ટીઓએ કેટલો કર્યો ખર્ચ

    શું છે સમગ્ર મામલો


    અહીં ઉલ્લેખનિય છે કે, ભગવંત માન સરકારે ઓગસ્ટ મહિનાના અંતમાં મોહાલીના ગામ છોટી બડી નંગલથી કરોડો રૂપિયા જમીન પરથી ગેરકાયદેસરનો કબ્જો હટાવાની મુહિમ શરુ કરી હતી. સરકારે કાર્યવાહી કરતા ચંડીગઢથી અડીને આવેલા મુલ્લાંપુરથી 2828 એકર પંચાયતની જમીન પર ગેરકાયદેસરનો કબ્જો છોડ્યો હતો. તેની કિંમત 300 કરોડ છે. આ જમીનમાં 50 કરોડના ઝાડ પણ લગાવ્યા હતા. આ જમીનને ગેરકાયદેસર કબ્જો છોડાવવા માટે ખુદ સીએમ ભગવંત માન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે પંચાયતી રાજ મંત્રી કુલદીપ ધાલીવાલ પણ હતા.



    સીએમ માને કબ્જો છોડાવ્યા બાદ જણાવ્યું હતું કે, આ જમીન પર 15 લોકોનો ગેરકાયદેસર કબ્જો છે.તેમણે કહ્યું હતું કે, તેમાં સંગરુરથી સાંસદ સિમરનજીત માનના દિકરા ઈમાન સિંહ માને 125 એકર જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. આ ઉપરાંત માનની વહુ અને પૂર્વ મંત્રી ગુરપ્રિત કાંગડના દિકરા કેપ્ટન અમરિંદર સિંહના નજીકની પાસેથી ગેરકાયદેસર કબ્જો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Defamation case, Punjab cm

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन