Home /News /national-international /Deep Siddhu Accident: અકસ્માત બાદ પણ હોશમાં હતો દીપ સિદ્ધુ, 120ની સ્પીડથી ચાલી રહી હતી કાર

Deep Siddhu Accident: અકસ્માત બાદ પણ હોશમાં હતો દીપ સિદ્ધુ, 120ની સ્પીડથી ચાલી રહી હતી કાર

મોહમ્મદ યુસુફ નામના આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે જ્યારે દીપ સિદ્ધુની કારને અકસ્માત થયો ત્યારે તે તેની બરાબર પાછળ હતો

પંજાબી સિંગર અને એક્ટર દીપ સિદ્ધુ (Punjabi Singer Actor Deep Sidhu)ના રોડ અકસ્માત (Road Accident)માં થયેલ મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે.

    પંજાબી સિંગર અને એક્ટર દીપ સિદ્ધુ (Punjabi Singer Actor Deep Sidhu)ના રોડ અકસ્માત (Road Accident)માં થયેલ મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે. જેમા જણાવવામાં આવ્યું છે કે મંગળવારે થયેલા અકસ્માત બાદ દીપ સિદ્ધુ (Deep Sidhu)ને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, તે સમયે તે જીવિત હતો. સંપૂર્ણ ભાનમાં હતો. જો કે અગાઉ એવી માહિતી મળી હતી કે અકસ્માત બાદ દીપ સિદ્ધુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

    અહેવાલો અનુસાર આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ આ દાવો કર્યો છે. મોહમ્મદ યુસુફ નામના આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે જ્યારે દીપ સિદ્ધુની કારને અકસ્માત થયો ત્યારે તે તેની બરાબર પાછળ હતો. દીપ સિદ્ધુની કારનો અકસ્માત થતાં જ તેણે ઉતાવળે પોતાની કાર સાઈડમાં મૂકી અને સ્થળ પર પહોંચીને તેને બહાર કાઢ્યો હતો. દીપની સાથે તેની ગર્લફ્રેન્ડ રીના રાય પણ હતી. બંનેને એક તરફ બેસાડ્યા બાદ તેણે પહેલા 112 નંબર પર ફોન કર્યો અને એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ પછી રીનાએ તેને દીપ સિદ્ધુના ભાઈનો નંબર આપ્યો પછી તેને પણ ફોન કર્યો હતો. દીપના ભાઈએ જણાવ્યું કે તે દિલ્હીથી કોઈને સ્થળ પર મોકલી રહ્યો છે. એક કલાકમાં ત્યાં પહોંચી જશે.

    આ પણ વાંચો- સુરત : ગ્રીષ્માના હત્યારા ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ આ મુખ્ય સાત મુદ્દાની તપાસ કરશે

    'ઈન્ડિયા ટુડે'ના જણાવ્યા અનુસાર મોહમ્મદ યુસુફે દાવો કર્યો છે કે દીપ સિદ્ધુની કારનો અકસ્માત થયો તેની થોડી જ વારમાં ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતના અડધા કલાક પછી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. આ પછી દીપ સિદ્ધુ અને તેની ગર્લફ્રેન્ડ રીનાને હોસ્પિટલ લઈ જવાયા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે અકસ્માત સમયે દીપ સિદ્ધુની કાર લગભગ 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી. ત્યારપછી તે પાછળથી આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. તેમના કહેવા પ્રમાણે ન તો ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી કે ન તો દીપ સિદ્ધુની કારે તે સમયે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો.

    આ પણ વાંચો- રાજ્યમાં કોરોનાવાયરસના નવા કેસ 900ની નીચે પહોંચી ગયા, આજે 13 દર્દીનાં મોત

    પંજાબના મુક્તસર જિલ્લામાં એપ્રિલ 1984માં જન્મેલા દીપ સિદ્ધૂએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. દીપ કિંગફિશર મોડલ હંટનો વિજેતા પણ રહ્યો હતો. વર્ષ 2015માં તેની પહેલી પંજાબી ફિલ્મ 'રમતા જોગી' રિલીઝ થઈ હતી. દીપ સિદ્ધુ 2018માં આવેલી ફિલ્મ 'જોરા દાસ નંબરિયા'થી જાણીતો થયો, જેમાં તેની ભૂમિકા એક ગેંગસ્ટરની હતી.

    ગત વર્ષે ગણતંત્રના દિવસે કિસાનોના ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલા કિલ્લા પરિસરમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા સંબંધી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રાથમિક સિલસિલામાં દિલ્હી પોલીસે 9 ફેબ્રુઆરીએ અભિનેતા-કાર્યકર્તા દીપ સિદ્ધુની ધરપકડ કરી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Deep Sidhu, પંજાબ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन