JNU યુનિવર્સિટી પરિસરના ઝાડ પર મળી લટકતી લાશ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 2, 2018, 11:04 PM IST
JNU યુનિવર્સિટી પરિસરના ઝાડ પર મળી લટકતી લાશ
Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 2, 2018, 11:04 PM IST
જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)ના પરિસરમા આજે એટલે કે, 2 જાન્યુઆરીએ એક લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. લાશ યૂનિવર્સિટીના ઝાડી વિસ્તારમાં એક ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ફોરેન્સિક સાયન્સની ટીમ તાત્કાલિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાશ એટલી બધી સડી ગઈ છે કે, મૃતકની ઓળખ હજું સુધી થઈ શકી નથી. મૃતક જેએનયૂનો વિદ્યાર્થી છે કે કોઈ બહારનો તેની તપાસ કરવામાં આવી રહી છે.

થોડા સમય પહેલા દેશ વિરોધ નારા લગાવવાના આરોપસર ચર્ચામાં આવેલી જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી લાશ મળી આવતા એકવાર ફરીથી ચર્ચામાં છે. JNUમાં આવેલા જંગ પરિસરમાં આવેલા જંગલ વિસ્તારમાં એક ઝાડ સાથે લટકતી એક લાશ મળી આવી છે. લાશ તદ્દન સડી ગયેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાને લઈને યૂનિવર્સિટી કેમ્પસમાં સનસનાટી મચી જવા પામી હતી.

યૂનિવર્સિટીના સુરક્ષા કર્મચારીએ આજે સાંજે લગભગ 3 વાગ્યે પોલીસને ઘટનાની સૂચના આપી હતી. જેએનયૂના જ એક અન્ય સુરક્ષાકર્મીને દક્ષિણ દિલ્હીમાં પડતા JNUના જંગલ વિસ્તારમાં સડી ગયેલી લાશની ભયંકર દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. આ બાબતની જાણ તેને સાથીકર્મીને કરી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ફોરેન્સિંક સાયંસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. મૃતક JNUનો વિદ્યાર્થી છે કે બહારનો તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, પ્રથમ નજરે જણાય છે કે મળી આવેલી ડેડ બોડી થોડા દિવસ પહેલાની છે. પોસ્ટમાર્ટમ અહેવાલ બાદ વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.
First published: January 2, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...