ભારત કોવિડ-19 (Covid-19)ની ગંભીર બીજી લહેરમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોનાથી રિકવર થવા છતા કેટલાક દર્દીઓમાં તેના લક્ષણો જોવા મળે છે. ડૉકટરો આ પરિસ્થિતિને લોન્ગ કોવિડ (Long Covid) કહી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ન્યૂઝ-18 15 દિવસની સિરીઝ ચલાવશે. જેમાં નિષ્ણાંત ડૉકટરો આપને મૂંઝવતા પ્રશ્નોને દૂર કરશે.
આજની કોલમમાં મણિપાલની HCMCTમાં ગેસ્ટ્રોએન્ટેરોલોજી (Gastroenterologis)ના HOD અને કન્સલટન્ટ ડૉ. કુણાલ દાસ (Dr Kunal Das) ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ સીક્વલ વિશે જાણકારી આપે છે. જેમાં એસિડ રિફ્લક્સ અને ભૂખની કમી જોવા મળે છે.
લોન્ગ કોવિડમાં અનેક લક્ષણો જોવા મળે છે, જેમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ સીક્વલ (gastrointestinal sequelae), ભૂખ ન લાગવી, એસિડ રિફ્લ્ક્સ અને ડાયેરિયા જેવા લક્ષણો પણ સામેલ છે. સ્ટડી અનુસાર લોન્ગ કોવિડમાં કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ આ પ્રકારના લક્ષણો 3 મહિના સુધી જોવા મળે છે.
ન્યૂઝ 18 સાથેના ઈન્ટરવ્યૂમાં ડૉ. દાસે જણાવ્યું કે, “પ્રાઈમરી શ્વસન પ્રણાલીના માધ્યમથી કોવિડ-19 શરીરના તમામ અંગો પર અસર કરે છે. 60% દર્દીઓમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ લક્ષણો જોવા મળે છે. કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના કોરોના દર્દીઓમાં વોમિટીંગ, પેટમાં દુખાવો અને ડાયેરિયા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.”
દાસે જણાવ્યું કે, મે 2021માં લેંસેટ ગેસ્ટ્રો હેપાટોલ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, ડિસ્ચાર્જ થયેલ 44% દર્દીઓમાં GI સીક્વલ જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે, “ડિસ્ચાર્જ બાદ આ દર્દીઓમાં આ પ્રકારના લક્ષણ જોવા મળે છે, કોવિડ-19 થયા બાદ શરૂઆતમાં કે તેના એક મહિનામાં આ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી.”
લૈંસેટના એક રિપોર્ટ અનુસાર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલની સ્થિતિ હાઈપોક્સિયાના કારણે સર્જાય છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં ઓક્સિજનની કમીના કારણે શરીરના એક ભાગ પર ગંભીર અસર થાય છે. બ્લડ ઓક્સિજન સેચ્યુરેશનમાં ઘટાડો એ ન્યુમોનિયા સંબંધિત એક લક્ષણ છે. સ્ટડી અનુસાર હાઈપોક્સિયા કોરોનાના દર્દીઓમાં માત્ર ડિસ્પેન્સિયા સાથે જ નહીં, પરંતુ ડિસ્પેનિયા સિવાયના દર્દીઓમાં પણ જોવા મળે છે. ડિસ્પેનિયા એક મેડિકલ શબ્દ છે, જેને શ્વાસમાં તકલીફ માટે ઉપયોગ કરવામાં આવે છે.
ડૉ. દાસે જણાવ્યું કે કેટલાક સામાન્ય લક્ષણો GI સીક્વલનો પણ સંકેત આપે છે. જેમ કે, પેટમાં ગરબડ, ખરાબ ઓડકાર, ઉલ્ટી અને પેટમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કેસમાં લોહીયુક્ત સ્ટૂલની સમસ્યા પણ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યામાં કોઈપણ પ્રકારની રાહ જોયા વગર ડૉકટરની સલાહ લેવી જોઈએ.
લૈંસેટ રિપોર્ટ જણાવે છે કે કોરોનાના દર્દીઓનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ GI સીક્વલના લક્ષણો જોવા મળે છે. સ્ટડી પરથી અન્ય માહિતી મળી છે કે GI સીક્વલથી પ્રભાવિત દર્દીઓ મોટાભાગે ડિસ્પેન્સિયા અને માયઅલગિયા સાથે જોડાયેલ હોય છે.
ડૉ.દાસે જણાવ્યું કે GI સીક્વલનો ઈલાજ કરવા માટે એન્ટી બાયોટીક દવાઓ અને કોઈપણ પ્રકારના મોંઘા ઈલાજની આવશ્યકતા નથી. યોગ્ય અને પોષણયુક્ત આહાર ખૂબ જ જરૂરી છે જે દર્દીઓને ઠીક કરવામાં મદદ કરે છે. નિયમિત વ્યાયામથી આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર