Home /News /national-international /Decoding Long Covid: રિકવરી બાદ પણ કેટલાંક દર્દીઓને ઓક્સિજનની જરૂર કેમ પડે છે, જાણો વિગતે

Decoding Long Covid: રિકવરી બાદ પણ કેટલાંક દર્દીઓને ઓક્સિજનની જરૂર કેમ પડે છે, જાણો વિગતે

પ્રતીકાત્મક તસવીર

ડો. વૈદ્યે ચેતવણી આપતા કહ્યું કે, કોવિડ પછીના ત્રણ મહિનામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસ નોંધાયા છે.

  દેશમાં કોરોનાની ખોફનાક બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. કોરોનાથી રિકવર થઇ રહેલા કેટલાક દર્દીઓમાં હજુ કોરોનાના લક્ષણોની અસર છે. ડોક્ટરોએ આવી સ્થિતિને long Covidથી વ્યાખ્યાયિત કરી છે. આ પરિસ્થિતિ પર પ્રકાશ પાડવા માટે News18 દ્વારા 15 દિવસ લાંબી ‘Decoding Long Covid‘ સિરીઝ ચલાવવામાં આવી રહી છે. જ્યાં વિવિધ વિષયના નિષ્ણાંત ડોકટરો તમારી મૂંઝવણ નિવારશે. જેઓ રોગ સામે કઈ રીતે લડવું તે સૂચવશે અને ક્યારે મદદ લેવી જોઈએ તેનું સૂચન પણ કરશે.

  આજની કોલમમાં વાશીની હિરાનંદાણી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ-પલ્મોનોલોજિસ્ટ એન્ડ સ્લીપ મેડિસિન એક્સપર્ટ ડો. પ્રેયસ વૈદ્ય રિકવરી બાદ પણ કેટલાક દર્દીઓને સતત ઓક્સિજન આપવાની શા માટે જરૂર હોય છે તે સમજાવ્યું છે.

  'ફ્લાઇંગ શીખ' મિલ્ખા સિંહનું નિધન, વડાપ્રધાને કહ્યું,'આપણે મહાન ખેલાડી ગુમાવ્યો'

  ન્યુઝ18 સાથેની મુલાકાતમાં ડો. વૈદ્યે સમજાવ્યું હતું કે, ઘણા દર્દીઓમાં કોરોનાની લાંબા સમયની અસર જોવા મળી છે. મોટાભાગનાં કેસોમાં રિકવરી બાદ પણ ફેફસાંને વધુ અસર થઈ હોવાનું જોવા મળ્યું છે. સંપૂર્ણ સ્વસ્થ થવા માટે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ છ અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. એટલું જ નહીં દર્દી હળવા ન્યુમોનિયાથી પીડાયું હોય તો પણ આટલો સમય લાગે છે.

  તેમણે ઉમેર્યું કે, ગંભીર કોરોના સંક્રમણથી પીડાયા હોય તેવા કેટલાક દર્દીઓને સતત બેથી આઠ અઠવાડિયા સુધી ઘરે પણ ઓક્સિજન આપવાની જરૂર પડી શકે છે. કોરોનાના હળવા લક્ષણોથી પીડિત કેટલીક દર્દીઓને ઉધરસ આવે છે. છાતી જકડાઈ હોવાનો અનુભવ પણ થઈ શકે છે. કોરોનાના કારણે અગાઉથી અસ્તિત્વમાં રહેલી બીમારીઓ વધવાનું જોખમ પણ હોવાથી દર્દીને સતર્ક રહેવાનું કહેવાય છે.

  ડો. વૈદ્યે ફ્રાન્સના સેન્ટર હોસ્પિટલિયર યુનિવર્સિટાયર ડી ટૂર્સના સંશોધનકારો દ્વારા કરાયેલા અભ્યાસને ટાંકીની કહ્યું હતું કે, કોરોનામાંથી સાજા થયેલા બે તૃતીયાંશ દર્દીઓમાં બીમારીની શરૂઆતના 30 દિવસ બાદ લક્ષણો જોવા મળ્યાં હતાં. સૌથી સામાન્ય લક્ષણોમાં સ્વાદ અને ગંધ પારખવામાં ફેરફાર હતા. ફલૂ પણ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

  કોવિડ-19ની બીજી લહેરમાં સૌથી વધુ બોલવામાં આવેલ શબ્દ ‘રેમડેસિવીર’ ઓક્સફોર્ડ ડિક્શનરીમાં ઉમેરવામાં આવ્યો

  તેમણે વધુમાં કહ્યું કે, લોન્ગ કોવિડ ઇન્ફ્લેમેશન, હાઈપરઈમ્યુન રિસ્પોન્સ, ઓટોનોમિક ડિસગ્યુલેશન અને હોર્મોનલ અસંતુલનના સંયોજનને કારણે થાય છે. જેમાં થ્રોમ્બોસિસ, ઓક્સિજનનું ઓછું લેવલ, શ્વાસની તકલીફ, ઉધરસ અને છાતીમાં દુ:ખાવા સહિતના લક્ષણો હોઈ શકે છે.  ડો. વૈદ્યે ચેતવણી આપતા કહ્યું કે, કોવિડ પછીના ત્રણ મહિનામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસ નોંધાયા છે. લોન્ગ કોવિડના લક્ષણોની સારવાર માટે ઘણી દવાઓ છે. પ્રોટીનનું ઊંચું સ્તર ધરાવતો આહાર અને હળવો વ્યાયામ અગાઉના રૂટિનમાં ફરી આવવા માટે મદદ કરશે. અમે કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓને કોઈપણ નવા લક્ષણો વિશે જાગૃત રહેવાની સલાહ આપીએ છીએ. હું દર્દીને હેલ્થકેર પ્રોવાઇડર સાથે સંપર્કમાં રહેવાની અને બે દિવસ રહે તેવા કોઈ પણ નવા કે નબળાઈ લાવતા લક્ષણ વિશે તેમને અપડેટ આપવાની સલાહ આપું છું.
  First published:

  Tags: COVID-19, Oxygen, આરોગ્ય, ભારત