Home /News /national-international /Unemployment in India: બેરોજગારી દરમાં ઘટાડો, કર્ણાટક અને ગુજરાતમાં બેરોજગાર લોકોની સૌથી ઓછી સંખ્યા
Unemployment in India: બેરોજગારી દરમાં ઘટાડો, કર્ણાટક અને ગુજરાતમાં બેરોજગાર લોકોની સૌથી ઓછી સંખ્યા
માર્ચમાં હરિયાણામાં બેરોજગારીનો દર સૌથી વધુ 26.7 ટકા હતો.
ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (Indian Statistical Institute)ના અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર અભિરુપ સરકારે જણાવ્યું હતું કે બેરોજગારીનો દર ઘટી રહ્યો છે, પરંતુ ભારત જેવા 'ગરીબ' દેશ માટે તે હજુ પણ ઘણો ઊંચો છે. તેમણે કહ્યું કે બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો દર્શાવે છે કે કોવિડ-19 મહામારી બાદ અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે.
હવે બેરોજગારી (Unemployment)ને લઈને રાહત જોવા મળી રહી છે. અર્થવ્યવસ્થાના ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની સાથે, દેશમાં બેરોજગારીનો દર પણ ઘટી રહ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના ડેટામાંથી આ માહિતી મળી છે.
CMIEના માસિક ડેટા અનુસાર, દેશમાં બેરોજગારીનો દર ફેબ્રુઆરીમાં 8.10 ટકા હતો, જે માર્ચમાં ઘટીને 7.6 ટકા થઈ ગયો છે. 2 એપ્રિલે આ ટકારવારી વધુ ઘટીને 7.5 ટકા થયો હતો. શહેરી બેરોજગારીનો દર 8.5 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં તે 7.1 ટકા હતો.
ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (Indian Statistical Institute)ના અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર અભિરુપ સરકારે જણાવ્યું હતું કે બેરોજગારીનો દર ઘટી રહ્યો છે, પરંતુ ભારત જેવા 'ગરીબ' દેશ માટે તે હજુ પણ ઘણો ઊંચો છે. તેમણે કહ્યું કે બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો દર્શાવે છે કે કોવિડ-19 મહામારી બાદ અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે.
સરકારે કહ્યું, “પરંતુ ભારત જેવા ગરીબ દેશ માટે હજુ પણ બેરોજગારીનો દર ઘણો ઊંચો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો બેરોજગારી સહન કરી શકતા નથી. તેથી જ તેઓ કમાવા અને ખાવા માટે જે કંઈ રોજગાર મેળવતા હોય તે માટે તૈયાર થઈ જાય છે.
માર્ચમાં હરિયાણામાં બેરોજગારીનો દર સૌથી વધુ 26.7 ટકા હતો.
માહિતી અનુસાર માર્ચમાં હરિયાણામાં બેરોજગારીનો દર સૌથી વધુ 26.7 ટકા હતો. તે પછી રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં 25-25 ટકા હતો. બિહારમાં બેરોજગારીનો દર 14.4 ટકા, ત્રિપુરામાં 14.1 ટકા અને પશ્ચિમ બંગાળમાં 5.6 ટકા હતો.
એપ્રિલ, 2021માં એકંદરે બેરોજગારીનો દર 7.97 ટકા હતો. ગયા વર્ષે મે મહિનામાં તે 11.84 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. માર્ચ 2022માં કર્ણાટક અને ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો 1.8-1.8 ટકા હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર