ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરીને પશ્ચિમ બંગાળને અતિસંવેદનશીલ રાજ્ય જાહેર કરવાની માંગણી કરી છે. બીજેપીએ માંગણી કરી છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં ફક્ત સીઆરપીએફ તહેનાત કરવામાં આવે. બીજેપીનું કહેવું છે કે તેમને પશ્ચિમ બંગાળ પોલીસ પર વિશ્વાસ નથી, આથી જ બંગાળ પોલીસની સુરક્ષામાં ચૂંટણી યોજવામાં ન આવે.
ચૂંટણી પંચ સાથે મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, "બંગાળમાં ચૂંટણી દરમિયાન થતી હિંસાને કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. બંગાળમાં થતી હિંસાને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણી પંચ સમક્ષ આખા બંગાળને અતિસંવેદનશીલ રાજ્ય જાહેર કરવાની માંગણી કરી છે. તમામ બૂથ પર સીઆરપીએફના જવાનોને તહેનાત કરવાની પણ માંગણી કરવામાં આવી છે. બંગાળમાં ચૂંટણી દરમિયાન મીડિયા પર પણ અઘોષિત પ્રતિબંધ રહેતો હોય છે. અમે મીડિયાને પ્રવેશ મળે તેવી માંગણી કરી છે."
Union Minister Ravi Shankar Prasad after BJP delegation meeting with Election Commission in Delhi today: We've requested EC to take action against Rahul Gandhi for levelling unverified allegations against PM y'day in Ahmedabad, when the Model Code of Conduct is already in effect. pic.twitter.com/aCiM0aOgUI
બીજેપીએ તેની સાથે જ ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફરિયાદ કરી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે, "અમે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરી છે. રાહુલ ગાંધીએ પીએમ વિરુદ્ધ ખોટા આરોપ લગાવ્યા છે, જે મોડલ કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરે છે. આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે."
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે અમદાવાદ ખાતે જાહેર સભાને સંબોધતા પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. બીજેપીએ આ અંગેની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર