#AmitShahToNews18 : બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણય બંધારણ અનુસાર લેવાશેઃ અમિત શાહ

#AmitShahToNews18 : બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણય બંધારણ અનુસાર લેવાશેઃ અમિત શાહ
ઇન્ટરવ્યૂ આપતા અમિત શાહ

પશ્વિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો નિર્ણય બંધારણ પ્રમાણે કરવામાં આવશે. રાજ્યપાલ જગદીપ ધનખડના એક રિપોર્ટ ઉપર ધ્યાન આપવામાં આવશે.

 • Share this:
  #AmitShahToNews18: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ખાસ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પશ્વિમ બંગાળમાં (West Bengal) રાષ્ટ્રપતિ શાસન (Presidents Rule) લાગુ કરવાનો નિર્ણય બંધારણ પ્રમાણે કરવામાં આવશે. રાજ્યપાલ જગદીપ ધનખડના એક રિપોર્ટ ઉપર ધ્યાન આપવામાં આવશે.

  ન્યૂઝ18 નેટવર્ક સમૂહ (News18 Network)ના એડિટર ઈન ચીફ રાહૂલ જોશી (Rahul Joshi)ને આપેલા એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ (EXCLUSIVE Interview)માં અમિત શાહે કહ્યું કે 'હું સ્વીકાર કરું છું કે હું પશ્વિમ બંગાળમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે. જ્યાં સુધી ભારત સરકાર રાષ્ટ્રપતિ શાસન લગાવવાના નિર્ણય લેવાના સંબંધમાં છે. અમારી પાસે છે. આને ભારતીય સંવિધાનમાં માધ્યમથી અને રાજ્યપાલ સાહેબના રિપોર્ટના માધ્યમથી જોવે.'  બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ
  શાહની ટિપ્પણી બાદ ભાજપના નેતાઓ કૈલાશ વિજયવર્ગીય અને બાબુલ સુપ્રિયોએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, રાજનીતિક નેતાઓના રૂપમમાં આ મુદ્દા ઉપર તેમનું વલણ તાર્કિક રૂપથી યોગ્ય છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. શું વર્તમાન સ્થિતિમાં ર્જાયમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે અનુકૂળ નથી? આ પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે 'ના, મેં એવું નથી કહ્યું. મેં કહ્યું કે તેમની માંગ ખોટી નથી.'

  આ પણ વાંચોઃ-ગૃહમંત્રી અમિત શાહનું EXCLUSIVE ઇન્ટરવ્યૂ, આજે રાત્રે 9 કલાકે ન્યૂઝ 18 ગુજરાતી પર

  ભ્રષ્ટાચાર પોતાની ચરમ સીમા ઉપર છે
  બગડતી કાયાદ વ્યવસ્થાની સ્થિતિ, રાજનીતિક હત્યાઓ અને વિપક્ષી નેતાઓ વિરુદ્ધ થપ્પડ મારવા અને ખોટા મામલાઓ ઉપર ચિંતા વ્યક્ત કરતા શાહે કહ્યું કે 'દેશમાં પશ્વિમ બંગાળમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ પણે ધ્વસ્ત થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર પોતાની ચરમ સીમા ઉપર છે. દરેક જિલ્લામાં બોમ બનાવવાના કારખાના છે. સ્થિતિ ખૂબજ ખરાબ છે. હિંસા અભૂતપૂર્વ છે. આવી સ્થિતિ કોઈ અન્ય રાજ્યમાં નથી. પહેલા આવી સ્થિતિ કેરળમાં હતી. પરંતું અત્યારે ત્યાં સ્થિતિ ઉપર નિયંત્રણમાં છે. સ્થિતિ ચિંતા જનક છે.'

  આ પણ વાંચોઃ-"#AmitShahToNews18: અમિત શાહે યુદ્ધની ધમકી પર ચીનને આપ્યો સણસણતો જવાબ, એક ઈંચ જમીન કોઈ નહીં પડાવી શકે "

  આ પણ વાંચોઃ-Bihar Election: અમિત શાહે કહ્યું BJPને મળશે વધારે સીટો, ત્યારે પણ નીતિશ કુમાર જ બનશે CM

  પશ્ચિમ બંગાળમાં પરિવર્ત થશે.  બીજેપી સરકાર બનાવવા જઈ રહી છે
  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે દાવો કર્યો છે કે, પશ્વિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સરકાર બનાવશે. શનિવારે શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તન જરૂરી છે. ન્યૂઝ18 નેટવર્ક સમૂહના એડિટર ઈન ચીફ રાહુલ જોશીને આપેલા ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે, અમે ચૂંટણી દરમિયાન પોતાનું સર્વશ્રેષ્ઠ આપીશું અને મને આશા છે કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્ત થશે. અહીં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી આગામી સરકાર બનાવવા જઈ રહી છે.  કોરોના મહામારી પર અસંતોષ
  શાહે મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કોવિડ-19 મહામારીને પહોંચીવળવા મામલે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, મહામારીને ડામવા માટે તેમણે પર્યાપ્ત ઉપાય નથી કર્યા. પસ્ચિમ બંગાળમાં અમ્ફાન મહાચક્રવાત પર બોલતા અમિત શાહે કહ્યું કે, ચક્રવાત દરમિયાન અમે જે પણ સહાયતા મોકલી તે ખોટા હાથોમાં જતી રહી. તેમણે કહ્યું કે, અમ્ફાન રાહત વિતરણ પર ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હતી, પુરી રાહત ખોટા હાથમાં જતી રહી.
  Published by:ankit patel
  First published:October 17, 2020, 22:08 pm

  टॉप स्टोरीज