Home /News /national-international /

આર્ટિકલ 370ના ભવિષ્ય પર આજે નિર્ણય, સુપ્રીમમાં 8 અરજીઓ પર મહત્વપૂર્ણ સુનાવણી થશે

આર્ટિકલ 370ના ભવિષ્ય પર આજે નિર્ણય, સુપ્રીમમાં 8 અરજીઓ પર મહત્વપૂર્ણ સુનાવણી થશે

જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે અને એસફ અબ્દુલ નજીરની બેંચ કરશે

જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે અને એસફ અબ્દુલ નજીરની બેંચ કરશે

  જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 370 (Article 370)ની જોગવાઈઓ ખતમ કરવા સામે પડકાર આપનારી 8 અરજીઓ (Petition) પર સોમવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મહત્વપૂર્ણ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં જે આઠ અરજીઓ પર સુનાવણી થશે તેમાં રાજ્યથી આર્ટિકલ 370 હટાવવા, જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન (President rule)ની પ્રમાણભૂતતા અને ત્યાં લગાવવામાં આવેલા વિશેષ પ્રતિબંધો સામેલ છે. આ અરજીઓમાં એક અરજી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદ (Ghulam Nabi Azad)ની પણ છે, જેમાં તેઓએ પોતાના ગૃહ રાજ્ય જવાની મંજૂરી માંગી છે.

  જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ (Chief Justice of India) રંજન ગોગોઈ (Ranjan Gogoi), જસ્ટિસ એસ. એ. બોબડે અને એસફ અબ્દુલ નજીરની બેંચ કરશે. જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ (JKPC) પાર્ટીના પ્રમુખ સજ્જાદ લોને પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતા રાજ્યથી આર્ટિકલ 370ની જોગવાઈઓ ખતમ કરવા અને રાજ્યના પુનર્ગઠનની પ્રમાણભૂતતાને પડકારી છે. આ અરજીઓની સાથે જ બાળ અધિકારી કાર્યકર્તા ઈનાક્ષી ગાંગુલી અને પ્રોફેસર શાંતા સિન્હાએ પણ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ બાળકને ગેરકાયદેસર રીતે ઘરોની અંદર કેદ રાખવા સાથે જોડાયેલી અરજી દાખલ કરી છે.

  આ પણ વાંચો, પાકિસ્તાનથી આવ્યો પત્ર, 6 રાજ્યોના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

  સુપ્રીમ કોર્ટમાં સોમવારે રાજ્યસભા સભ્ય અને એમડીએમકેના સંસ્થાપક વાઇકોની અરજી ઉપર પણ સુનાવણી થશે. આ અરજીમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની કોર્ટમાં રજૂ થવાની મંજૂરી આપવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફારૂક અબ્દુલ્લા આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નજરકેદ છે. તેની સાથે કાશ્મીર ટાઇમ્સની સંપાદક અનુરાધા ભસીને પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કાશ્મીરમાં મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હટાવવાની માંગ કરી છે.

  ગુલાબ નબી આઝાદે ગૃહ રાજ્યમાં જવાની મંજૂરી માંગી

  જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુલાબ નબી આઝાદે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં આઝાદે કોર્ટ પાસે પોતાના ગૃહ રાજ્યમાં જવાની મંજૂરી માંગી છે. જેનાથી તેઓ રાજ્યમાં રહેતા પોતાના સગા-વહાલા અને પરિવારના સભ્યોને મળી શકે. નોંધનીય છે કે, આઝાદ જમ્મુ-કાશ્મીરથી વિશેષાધિકાર સમાપ્ત કર્યા બાદથી સતત રાજ્યનો પ્રવાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને પ્રશાસન દ્વારા એરપોર્ટથી જ પરત મોકલી દેવામાં આવે છે.

  આ પણ વાંચો, શરદ પવારે કહ્યું- પાકિસ્તાનમાં મળ્યો હતો ઘણો પ્રેમ, ભારતીયોને માને છે પરિવાર જેવા
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Article 370, Ghulam nabi azad, Jammu and kashmir, Jammu Kashmir, Supreme Court, Supreme Court of India, કોંગ્રેસ, જમ્મુ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन