આપ Vs LG: SCના નિર્ણય પછી જેટલીએ કહ્યું- કેન્દ્ર પાસે હજુ પણ વધારે તાકાત

News18 Gujarati
Updated: July 5, 2018, 5:59 PM IST
આપ Vs LG: SCના નિર્ણય પછી જેટલીએ કહ્યું- કેન્દ્ર પાસે હજુ પણ વધારે તાકાત

 • Share this:
બુધવારે દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલમાં અધિકારીની લડાઈને લઈને સુપ્રિમ કોર્ટએ એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રિમ કોર્ટે બંને પક્ષોની તાકતોની રૂપરેખા જણાવી. નિર્ણય પછી દિલ્હીના મુખ્યમંત્રી અને તેમની પાર્ટીએ પોતાની જીત ગણાવી હતી. પરંતુ હવે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે, 'આ મુદ્દા પર ચુપ' રહેવાનો મતબલ તે નથી કે, કોઈની તરફેણમાં નિર્ણય આવ્યો છે. જેટલીઓ વાતો ફેસબુક પર પોસ્ટ કરી છે.

જેટલી અનુસાર, કેન્દ્ર સરકારને હજુ પણ ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર પાસે વધારે તાકા છે. ખાસ કરીને બંને પક્ષો વચ્ચે કોઈ મુદ્દા પર સહમતિ ન બનાવાની સ્થિતિમાં.

જો કે, જેટલીએ તે પણ માન્યું છે કે, લોકતંત્ર અને કેન્દ્રીય રાજનીતિના હિતમાં લેફ્ટિનેન્ટ ગવર્નરને રાજ્ય સરકારની વાતો માનવી જોઈએ. જો કોઈ એવો મામલો છે અને જેમાં અસમતિનો ઠોસ પુરાવો છે તો તે (ઉપરાજ્યપાલ) તેને લખીને મામલાને વિચાર માટે રાષ્ટ્રપતિ (અથાત કેન્દ્ર સરકાર)ને મોકલી શકે છે. જેનાથી ઉપરાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ મામલામાં મતભેદ દૂર કરી શકાય છે. આવી પરિસ્થિતિમાં દિલ્હી સરકારને કેન્દ્ર સરકારનો નિર્ણય માન્ય રાખવો પડે છે.

અરૂણ જેટલીએ તે પણ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે, દિલ્હી સરકાર પાસે પોલીસનો અધિકાર નથી, એવામાં તેઓ પૂર્વમાં થયેલ અપરાધો માટે તપાસ એજન્સીની રચના કરી શકતા નથી.

જેટલીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું, "બીજી વાત તે પણ છે કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, દિલ્હી પોતાની તુલના અન્ય રાજ્યોથી કરતી શકતી નથી. એવામાં તે કહેવું કે, કેન્દ્રિય શાસિત કેડર સેવાઓના પ્રશાસનને લઈને દિલ્હી સરકારના પક્ષમાં નિર્ણય આપવામાં આવ્યો છે, તે બધી જ રીતે ખોટો છે."

સુપ્રિમ કોર્ટની પાંચ જજોની સંવૈધાનિક બેન્ચે બુધવારે એકમતથી નિર્ણય આપ્યો હતો કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકાય નહી. તે ઉપરાંત બેન્ચે ઉપરાજ્યપાલના અધિકારો પર કહ્યું હતુ કે, તેમની પાસે સ્વતંત્ર રૂપથી નિર્ણય લેવાનો અધિકાર નથી. ઉપરાજ્યપાલને ચૂંટાઈને આવેલી સરકારની મદદથી અને સલાહથી કામ કરવાનું છે.જેટલીએ કહ્યું કે, આ નિર્ણય સંવિધાનના પાછળ સંવૈધાનિક સિદ્ધાંતની વિસ્તારથી વ્યખ્યા કરે છે અને સાથે જ સંવિધાનમાં જે લખેલું છે તેની પુષ્ટી કરે છે.

તેમને કહ્યું કે, આનાથી ન તો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના અધિકારોમાં વધારો થયો છે અને ન તો કોઈના અધિકારો ઓછા થયા છે. આ નિર્ણય ચૂંટાઈને આવેલી સરકારના મહત્વને રેખાંકિત કરે છે. કેમ કે, દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેથી તેના અધિકાર કેન્દ્ર સરકારના આધિન છે.

જેટલીએ આ સંદર્ભામાં આગળ લખ્યું છે કે, આવા મામલાઓમાં કેન્દ્રનો નિર્ણય ઉપરાજ્યપાલ અને દિલ્હીની સરકારને માનવા પડશે. આ રીતે કેન્દ્રની સલાહ સૌથી વધીને છે.
First published: July 5, 2018
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,158,294

   
 • Total Confirmed

  1,621,742

  +18,090
 • Cured/Discharged

  366,263

   
 • Total DEATHS

  97,185

  +1,493
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres