પાક સાથે વાતચીત પર નિર્ણય આજે લેવાશે, NSA ડોભાલ ભારત પરત આવે તેની પ્રતિક્ષા

Parthesh Nair | IBN7
Updated: January 19, 2016, 12:50 PM IST
પાક સાથે વાતચીત પર નિર્ણય આજે લેવાશે, NSA ડોભાલ ભારત પરત આવે તેની પ્રતિક્ષા
નવી દિલ્હી# પાકિસ્તાન સાથે શુક્રવારે યોજાનારી વિદેશ સચિવ સ્તરની વાતચીત પર આગળ વધવું કે નહીં, તે અંગે આજે નિર્ણય લેવાશે. આ પહેલા ઇસ્લામાબાદમાં જૈશ-એ-મોહમ્મદના ઘણા લોકોની ધરપકડના સમાચાર આવ્યા છે. જો કે, હાલ આ અંગે કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી કે, સંગઠનના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને પણ પકડવામાં આવ્યો છે. બુધવાર રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની બે કલાક ચાલેલી બેઠક બાદ વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આજે બપોર સુધીમાં પેરિસથી ભારત પરત આવવાની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ભારત-પાક વાતચીત અંગે નિર્ણય લેવાશે.

  • IBN7
  • Last Updated: January 19, 2016, 12:50 PM IST
  • Share this:
નવી દિલ્હી# પાકિસ્તાન સાથે શુક્રવારે યોજાનારી વિદેશ સચિવ સ્તરની વાતચીત પર આગળ વધવું કે નહીં, તે અંગે આજે નિર્ણય લેવાશે. આ પહેલા ઇસ્લામાબાદમાં જૈશ-એ-મોહમ્મદના ઘણા લોકોની ધરપકડના સમાચાર આવ્યા છે. જો કે, હાલ આ અંગે કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી કે, સંગઠનના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને પણ પકડવામાં આવ્યો છે. બુધવાર રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની બે કલાક ચાલેલી બેઠક બાદ વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આજે બપોર સુધીમાં પેરિસથી ભારત પરત આવવાની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ભારત-પાક વાતચીત અંગે નિર્ણય લેવાશે.

આ અગાઉ બુધવારે સાંજે ઇસ્લામાબાદથી સમાચાર આવ્યા હતા કે અઝહર, તેના ભાઇ અને તેમના ખૂંખાર આતંકી સંગઠન જેઇએસ થી જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે. પઠાણકોટ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ શામેલ હોવાની આશંકા છે. ભારતે  જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહીની માંગ કરતો પ્રસ્તાવને વિદેશ સચિવ સ્તરની વાર્તા સાથે જોડી હતી. જો કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે બુધવાર રાત્રે કહ્યું હતુ કે, મસૂદ અઝહરની ધરપકડને લઇને ભારત પાસે સત્તાવાર માહિતી નથી.

તો, પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારમાં મંત્રી મોહમ્મદ ઝુબેરે એક ભારતીય ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, તેઓ પાકિસ્તાની અધિકારીઓ દ્વારા અઝહરની ધરપકડ કરવાની પુષ્ટિ ન કરી શકે છે. તો, મંત્રી લેફટેનેન્ટ જનરલ અબ્દુલ કાદિર બલોચે કહ્યું કે, અઝહરની ધરપકડ કરવામાં આવી છે. જિયો ટીવીના અનુસાર અઝહરના ભાઇ અબ્દુલ રહમાન રઉફની પણ અટકાયત કરવામાં આવી છે. પાક વડાપ્રધાન નવાઝ શરીફની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં પાકિસ્તાની કાર્યવાહીની સમિક્ષા કરાઇ હતી.

ઇસ્લામાબાદમાં બેઠક યોજાયા બાદ પીએમઓ દ્વારા અપાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે, એ વાતને નોંધમાં લેવામાં આવી હતી, કે પાકિસ્તાનની જમીન માંથી આતંકવાદને સમાપ્ત કરવી તેમની પ્રતિબદ્ધતાનો ભાગ છે. પાકિસ્તાને કહ્યું કે, આતંકવાદના કૃત્યોના માટે પોતાની જમીનનો ઉપયોગ ન થવા દેવા માટે રાષ્ટ્રીય સંકલ્પ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન સરકારે રાત્રે પઠાણકોટ હુમલામાં કોઇપણ પાકિસ્તાની વ્યક્તિ અથવા સંગઠન શામેલ હોવાનું જાણવવા માટે સુરક્ષા અને સૈન્ય અધિકારીઓની એક સંયુક્ત તપાસ દળની રચનાનું એલાન કર્યુ છે.
First published: January 14, 2016, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading