ઝારખંડ: દેવુ વધી જતા એક જ પરિવારના 6 લોકોએ કર્યો આપઘાત

ઝારખંડમાં એક જ પરિવારના છ લોકોની આત્મહત્યા

 • Share this:
  ઝારખંડમાં એક જ પરિવારના છ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. કથિત રીતે કહેવામાં આવી રહ્યુ છે કે પરિવાર દેવામાં ડૂબી ગયો હતો જેના કારણે આ પગલુ ભરવામાં આવ્યુ છે.

  ન્યૂઝ એજન્સી મુજબ, ઝારખંડના હઝારીબાગમાં શનિવારે રાત્રે એક જ પરિવારના છ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. રવિવારે આ મામલો સામે આવ્યો હતો. પોલીસે તપાસ કરી ત્યારે એક સાથે પાંચ સભ્યોના મૃતદેહ લડકી રહ્યા હતા અને એક સભ્યનું ઊંચાઇથી કૂદવાને કારણ મોત થયુ છે.

  જોકે, એવું કહેવામાં આવ્યું છે કે પરિવારનું દેવુ વધી ગયુ હતુ. જેના કારણે તમામ છેલ્લા કેટલાય દિવસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. હાલ તો તમામ મૃતદેહને કબ્જો કરી પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.  મૃત્યુ પામેલામાં માત-પિતા, પુત્ર-પુત્રી અને પૌત્ર-પૌત્રી સામેલ છે.

  ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દિલ્લીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોના આપઘાતનો મામલો સામે આવ્યો હતો. તે કેસમાં પણ 11 લોકોના લટકેલા મૃતદેહ સામે આવ્યા હતા.
  Published by:Bhoomi Koyani
  First published: