'હિન્દુ-મુસ્લિમ નહીં કાયદાની વાત કરો,' સંબિત પાત્રા પર ભડકી વકીલ

  • Share this:
    શાળાઓમાં પ્રાર્થના દ્વારા ધર્મના પ્રચારને લઈને કરવામાં આવેલ જનહિતની અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ મોકલી છે. બુધવારે આપેલી નોટીસ બાદ હવે સરકારને ચાર અઠવાડિયા બાદ જવાબ આપવાનો છે. આ બાબતે અરજીકર્તાએ કહ્યું કે, કેન્દ્રિય શાળાઓમાં હિન્દુત્વનો પ્રચાર કરવામાં આવે છે, અને આ સરકારી શાળાઓ હોવાના કારણે તેની પરવાનંગી આપવામાં આવી શકે નહી. અરજીકર્તાએ પોતાના સમર્થનમાં કહ્યું કે, બંધારણની કલમો 25 અને 28 હેઠળ સરકારી શાળાઓમાં ધર્મ વિશે પ્રોત્સાહન આપતું કોઈ જ આયોજન કરવામાં આવી શકાતું નથી. આ મુદ્દા પર હિન્દી ન્યૂઝ ચેનલ News18indiaએ એક લાઈવ ડિબેટનું આયોજન કર્યું હતું. આ શોમાં બધા મહેમાનો સાથે બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરનાર વ્યક્તિની વકિલ પલ્લવી શર્મા પણ હાજર હતી.

    શોમાં ડિબેટ દરમિયાન સંબિત પાત્રાએ કહ્યું કે, આવી બધી વસ્તુઓ પર વાંધો ઉઠાવનારાઓ કાલે કહેશે કે, હિન્દુસ્તાનના નામ પહેલા હિન્દુ આવે છે તો તેને હિન્દુ નામને હટાવી લો તો શું તેમની વાત માની લેવામાં આવશે. સંબિત પાત્રાની વાત સાંભળીને મહિલા વકિલ ભડકી ગઈ હતી. પલ્લવી સંબિત પાત્રાને આડે હાથે લેતા કહ્યું કે, હવે આ ચર્ચામાં હિન્દુ-મુસ્લિમ ક્યાંથી આવી ગયા, તમે ચર્ચાને સાંપ્રદાયિક રંગ કેમ આપી રહ્યાં છો? પલ્લવીએ કહ્યું કે, હું વકિલ છું અને તમે મારા સાથે લોની વાત કરો હિન્દુ-મુસ્લિમની નહી. આ ડિબેટને હંમેશાની જેમ ધર્મનો રંગ આપશો નહી.

    Published by:Mujahid Tunvar
    First published: