Home /News /national-international /ઘરમાં પાણીનો બગાડ સારો નહીં! દેશના વિદ્યાર્થી બનાવ્યું પાણી બચાવવાનું સ્માર્ટ ડિવાઇસ

ઘરમાં પાણીનો બગાડ સારો નહીં! દેશના વિદ્યાર્થી બનાવ્યું પાણી બચાવવાનું સ્માર્ટ ડિવાઇસ

Smart Water Saver debashis

પર્યાવરણવિદો કહે છે કે ભૂગર્ભજળનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. પાણીનો જથ્થો અસામાન્ય દરે ઘટી રહ્યો છે. તેથી જો હવેથી પાણીનો બગાડ અટકાવવામાં નહીં આવે તો એક સમય એવો આવશે, જ્યારે પીવાનું પાણી મળવું પણ મુશ્કેલ બનશે.

હાલમાં દેશ અને દુનિયામાં પાણીના બગાડને અટકાવવા અને પાણી બચાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. પાણીનો મહત્તમ ઉપયોગ કરવા માટે લોકો અને સરકારો દ્વારા વિવિધ ટેક્નિકોની શોધ કરી રહી છે અને તેને અપનાવી રહી છે. આ તમામની વચ્ચે આપણા દેશના બાગડોગરાના દેબાશિસ દત્તાએ પાણીનો બગાડ રોકવા માટે 'સ્માર્ટ વોટર સેવર' નામનું નવું ડિવાઈસ તૈયાર કરવા માટે મોડેલ બનાવ્યું છે. દેબાશિસને નાનપણથી જ વિવિધ કારના એન્જીન ખોલીને તેનું અવલોકન કરવાની અને તેની ડિટેઈલિંગ જોવાની ટેવ હતી. નાનપણથી જ તેમને મશીનો પ્રત્યે ખૂબ પ્રેમ રહ્યો છે. તેમના આ શોખને કારણે દેબાશિસે જાતે જ વિવિધ મશીનો બનાવવાનું શરૂ કર્યું. સિલિગુડી પોલિટેકનિક કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થી દેબાશિસ પશ્ચિમ બંગાળ વિજ્ઞાન મંચની બાગડોગરા વિજ્ઞાન બેઠકના કન્વીનર છે. દેબાશિષના મતે જો આ ડિવાઈસનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે તો પાણીનો બગાડ ખૂબ જ સરળતાથી અટકાવી શકાશે.

હાલમાં મોટાભાગના ઘરોમાં ટાંકીમાં પાણી રિઝર્વ રાખવા માટે પંપ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ઘરમાલિક પંપ ચલાવીને અન્ય કામમાં વ્યસ્ત થઈ જાય છે, જેથી તે પંપ બંધ કરવાનું ભૂલી જાય છે. જેના કારણે જ્યારે ટાંકી પાણીથી ભરાઈ જાય છે, ત્યારે પંપ સતત પાણી ચાલુ રહેવાને લઈને ટાંકી ઓવરફ્લો થઈ જાય છે અને પાણીનો બગાડ થાય છે. આમાં એક સાથે 2 નુક્શાન થાય છે, એક તો કારણ વગર પંપ ચાલુ રાખવાથી વીજળીનું બીલ વધુ આવે છે અને બીજું બિનજરૂરી રીતે પંપ ચલાવવાથી પંપનું જીવન ઘટી જાય છે. સૌથી મોટું નુક્શાન પાણીનો બગાડ થાય છે.

પર્યાવરણવિદો કહે છે કે ભૂગર્ભજળનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. પાણીનો જથ્થો અસામાન્ય દરે ઘટી રહ્યો છે. તેથી જો હવેથી પાણીનો બગાડ અટકાવવામાં નહીં આવે તો એક સમય એવો આવશે, જ્યારે પીવાનું પાણી મળવું પણ મુશ્કેલ બનશે. આ વિચારથી દેબાશિસે આ ડિવાઈસની રચના કરી છે. દેબાશિસે બાગડોગરામાં ખુદીરામ પલ્લીના ઘરે નવી શોધ રજૂ કરતી વખતે આ ઉપકરણના ઉપયોગ અને આવશ્યકતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે આ ડિવાઈસ ઘરની ટાંકીના પાણીના પંપ સાથે જોડાયેલ હોવું જોઈએ. પાણી રિઝર્વ કરતી વખતે લાઇટ ચાલુ રહેશે. જ્યારે ટાંકી પાણીથી ભરાઈ જશે, ત્યારે લાઈટ બંધ થઈ જશે અને પંપ બંધ થઈ જશે. આ ડિવાઈસ બનાવવાની કિંમત માત્ર રૂ. 1 હજાર છે. દેબાશિસે જણાવે છે કે, "અગાઉ મેં વિકલાંગ અને આર્થરાઈટિસના દર્દીઓ માટે અલગ-અલગ ખાસ મોજાં બનાવ્યાં હતાં."

આ પણ વાંચો: અમેરિકન સરકારે મુંબઈમાં શરૂ કરાવ્યુ સલૂન, ટ્રાન્સજેન્ડર લોકો દ્વારા ચલાવવામાં આવશે

આમાં મોજાં થ્રેડ અને ઇલાસ્ટીક સાથે જોડાયેલા હોવાથી મોજાને થ્રેડની મદદથી ખેંચવામાં આવતા પગ પર મોજા પહેરાઈ જાય છે. આ સાથે જ દેબાશિસે ચોરી થતી અટકાવવા માટે સ્માર્ટ એલાર્મ અને સેનિટાઈઝિંગ ઉપકરણોની શોધ પણ કરી અને પોતાની શોધથી દરેકને પ્રભાવિત કર્યા છે. દેબાશિસે જણાવ્યું હતું કે, "આવનારા વર્ષોમાં પાણીની અછત એક વાસ્તવિક અને ગંભીર સમસ્યા હશે, તેથી જો આપણે અત્યારથી પાણી બચાવવાનું શરૂ નહીં કરીએ તો આપણે ગંભીર સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને મેં આ ડિવાઈસ તૈયાર કર્યું છે. આવનારા સમયમાં પણ હું એવા ઉપકરણો બનાવવા માંગુ છું, જે લોકોને અને સમાજને મદદ કરશે. મારા આ કામને હું આગામી સમયમાં બિઝનેસમાં ફેરવું તેવી પણ મારી ઈચ્છા છે.

Story by: અનિર્બન રોય (લોકલ 18, સિલીગુડી)

Anirban Roy (Local 18, Siliguri)
First published:

Tags: Save water, Technology news