કેરલ: પૂરમાં મરનારાઓની સંખ્યા 37, 50 હજારથી વધારે લોકો બેઘર

News18 Gujarati
Updated: August 12, 2018, 12:20 AM IST
કેરલ: પૂરમાં મરનારાઓની સંખ્યા 37, 50 હજારથી વધારે લોકો બેઘર
Kochi: Devotees perform Bali tharpan on the occasion of ‘Karkidaka Vavu’ near Aluva Mahadeva Temple at the banks of flooded Periyar River in Kochi on Saturday, Aug 11, 2018. (PTI Photo) (PTI8_11_2018_000155B) *** Local Caption ***

કેરલમાં પૂરમાં મોતનો આંકડો 37 પહોંચી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, 8 જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

  • Share this:
કેરલમાં પૂરમાં મોતનો આંકડો 37 પહોંચી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, 8 જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કેરલના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરિટી અનુસાર સતત થઈ રહેલ વરસાદ અને લેંડસ્લાઈડના કારણે તેઓ લગભગ 1031 હેકટર વિસ્તારમાં પાક ખરાબ થઈ ગયો. જ્યારે 50 હજારથી વધારે લોકોને રાહત શિબિરોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના 8 જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. એક અન્ય અધિકારીએ સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું કે, 29 મેથી અત્યાર સુધીમાં ભારે વરસાદના કારણે 3400 કરોડ રૂપિયાનો પાક ખરાબ થઈ ગયો હતો.

કેરલ વરસાદમાં થયેલ વ્યાપક નુકશાનને જોતા મુખ્યમંત્રી પિનરાયી વિજયને મુખ્યમંત્રી આપત્તિ રાહત કોષમાં એક લાખ રૂપિયાનું વ્યક્તિગત યોગદાન આપ્યું છે. વિજયને ફેસબુક પોસ્ટમાં રાહત કાર્યોમાં દેશવાસીઓને યોગદાન કરવાની અપીલ કરી અને કહ્યું કે, પ્રભાવિત વિસ્તારમાં પુનનિર્માણ કઠિન કાર્ય છે.

આ વચ્ચે પોંડૂચેરીના મુખ્યમંત્રી વી.નારાયણસામીએ પૂરથી ઉત્પન્ન થયેલ સ્થિતિઓને પહોંચી વળવા કેરલ સરકારને એક કરોડ રૂપિયા સહાયતા આપવાની જાહેરાત કરી છે. તેમને બિઝનેસમેન, ઉદ્યોગપતિ અને અન્યોને અપીલ કરી છે કે, પોંડૂચેરી રાહત કોષમાં ઉદારતા સાથે દાન આપે જેને રાહત કાર્યો માટે કેરલ મોકલવામાં આવશે.

રવિવારે ગૃહમંત્રી હવાઈ સર્વેક્ષણ કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ રવિવારે કેરલનું હવાઈ સર્વેક્ષણ કરશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી પી વિજયન અને રાજ્ય સરકારના મંત્રીઓ સાથે કેરલ તથા કેન્દ્ર સરકાર તરફથી રાહત કાર્યની સમીક્ષા કરશે. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી પણ હશે.
First published: August 12, 2018, 12:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading