Home /News /national-international /મોટા સમાચાર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી, 3 વખત આવ્યા ફોન

મોટા સમાચાર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી, 3 વખત આવ્યા ફોન

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી

Nitin Gadkari- ગડકરીની નાગપુર ઓફિસમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નાગપુરમાં કેન્દ્રીય મંત્રીના જનસંપર્ક કાર્યાલયના લેન્ડલાઈન નંબર પર ત્રણ વખત ધમકીભર્યા કોલ આવ્યા છે. દાઉદના નામે ધમકીઓ આપવામાં આવી છે. 100 કરોડની રકમ માંગવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
    નાગપુરઃ કેન્દ્રીય પરિવહન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગડકરીની નાગપુર ઓફિસમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

    નાગપુરમાં કેન્દ્રીય મંત્રીના જનસંપર્ક કાર્યાલયના લેન્ડલાઈન નંબર પર ત્રણ વખત ધમકીભર્યા કોલ આવ્યા છે. દાઉદના નામે ધમકીઓ આપવામાં આવી છે. 100 કરોડની રકમ માંગવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે . પૈસા ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકીનો ફોન આવતા જ ગડકરીની નાગપુર ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

    આ પણ વાંચોઃ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નમાં સાથી ખેલાડીઓ નહીં આપે હાજરી, જાણો કારણ

    જણાવી દઈએ કે નીતિન ગડકરીને મોદી સરકારના શ્રેષ્ઠ કાર્યકારી મંત્રીઓમાંના એક માનવામાં આવે છે. નીતિન ગડકરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. નિતિન ગડકરીના ટ્વિટર પર 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. નીતિન ગડકરીને ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસ ગુનેગારને શોધી રહી છે.



    એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કેસની જાણ થતાં અમારી ટીમ નાગપુરમાં તેમની ઓફિસ પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસ ફોન કરનારનું લોકેશન ટ્રેસ કરી રહી છે. જે પણ દોષિત હશે તેને વહેલી તકે પકડવામાં આવશે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Death threat, Nitin Gadkari, Threat

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन