Home /News /national-international /

ભારતમાં ચાલુ રહેશે મૃત્યુદંડની સજા: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

ભારતમાં ચાલુ રહેશે મૃત્યુદંડની સજા: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટમાં 2:1થી બહુમત મળ્યા બાદ મોતની સજા કાયમ રાખવાનો ચુકાદો આપવામાં આવ્યો

સુપ્રીમ કોર્ટમાં 2:1થી બહુમત મળ્યા બાદ મોતની સજા કાયમ રાખવાનો ચુકાદો આપવામાં આવ્યો

    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાખો આપતા સ્પષ્ટ કરી દીધું છે કે ભારતમાં મૃત્યુદંડની સજા ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટમાં 2:1થી બહુમત મળ્યા બાદ મોતની સજા કાયમ રાખવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. જસ્ટિસ કુરિયન જોસેફે તેની સમીક્ષ કરવા માટે કહ્યું હતું. જસ્ટિસ દીપાક ગુપ્તા અને હેમંત ગુપ્તાએ મોતની સજાને યોગ્ય માની.

    મળતી જાણકારી મુજબ, છત્તીસગઢમાં ટ્રિપાલ હત્યાના આરોપમાં સજા મેળવી ચૂકેલા આરોપીની મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. આરોપી છન્નૂ લાલ વર્માને કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. મામલાની સુનાવણી દરમિયાન આરોપીએ મોતની સજાને ઓછી કરવાની માંગ કરી હતી. આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટ કહી ચૂક્યું છે કે બ્રિટન, અનેક લેટિન દેશો અને ઓસ્ટ્રેલિયન રાજ્યોમાં મૃત્યુદંડ ખતમ કરવું ભારતના કાયદાથી તેને ખતમ કરવાનો કોઈ આધાર નથી.

    નિર્ભયા મામલામાં મોતની સજા પામેલા ચાર દોષિતોમાંથી ત્રણની પુનર્વિચાર પિટિશન ફગાવનારી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી પીનલ કોડમાં મૃત્યુદંડનું પ્રાવધાન છે ત્યાં સુધી 'યોગ્ય મામલા'ઓમાં મોતની સજા આપવાના કારણે કોર્ટોને ગેરકાયદેસર કામ કરવાનો દોષી ન ઠેરવી શકાય.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Death Penalty, Supreme Court

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन