એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલી યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી, બંને પક્ષો આમને-સામને, પથ્થરમારા સાથે થઈ જોરદાર બબાલ

યુવતીનું સંદિગ્ધ સ્થિતિમાં મોત

uttar pradesh news- યુવતીએ અલ્પસંખ્યક સમુદાયના યુવક સાથે એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. મોત પછી બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા

  • Share this:
    આગ્રા : ઉત્તર પ્રદેશના (uttar pradesh)આગ્રા (Agra) જિલ્લામાં શુક્રવારે સાંજે એક યુવતીનું સંદિગ્ધ સ્થિતિમાં મોત (Death) થયા પછી જોરદાર બબાલ થઇ હતી. એક યુવતીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. એક યુવક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. સૂચના મળતા જ હંગામો મચી ગયો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે યુવતીએ અલ્પસંખ્યક સમુદાયના યુવક સાથે એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. મોત પછી બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે હંગામો થયો હતો અને મારપીટ થઇ હતી.

    ઘટનાની વાત કરીએ તો એક સમુદાયના યુવકે એક વર્ષ પહેલા બીજા સમુદાયની યુવતી સાથે લગ્ન કર્યા હતા. હવે યુવતીનું સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું છે. આ મોત પછી ભાજપાના નેતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હંગામો શરુ થયો હતો. બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. પત્થરમારો પણ થયો હતો. પોલીસે યુવતીને લાશને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. જોકે ભાજપાના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને હંગામો કર્યો હતો.

    આ પણ વાંચો - કોંગ્રેસ MLAના પુત્રની આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું- હું પોતાના મિત્ર પાસે જઈ રહ્યો છું

    પત્થરમારા અને ફાયરિંગની ઘટના પછી ભાજપાના ધારાસભ્ય રામ પ્રતાપ સિંહ ચૌહાણ અને યોગેંન્દ્ર ઉપાધ્યાય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ધારાસભ્યની હાજરીમાં ભાજપા કાર્યકર્તાઓએ સ્ટેશનમાં નારેબાજી કરી હતી. ભાજપા ધારાસભ્યે અરમાન અને તેમના પરિવારજનો સામે હત્યાનો કેસ નોંધી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ પછી પોલીસે મામલાને રફા દફા કરી દીધો હતો. ઘટના બે સમુદાય વચ્ચે બની હતી. જેથી વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવી દેવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો - બાથરૂમમાં ગીઝરથી કરંટ લાગતા ભાજપા ધારાસભ્યની પુત્રવધુનું મોત, 4 વર્ષનો છે પુત્ર

    1000 રૂપિયા માટે મિત્રની હત્યા

    રાજસ્થાનની કોચિંગ નગરી કોટામાં એક 17 વર્ષીય વિદ્યાર્થી રાજકુમાર શર્માની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી છે. પોલીસે (Police) દાવો કર્યો છે કે હત્યા વિદ્યાર્થીના બે મિત્ર એ જ કરી છે. આરોપીઓએ ડર બેસાડવા માટે હત્યાનો લાઇવ વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે નિર્મમ હત્યાની આ ઘટના ફક્ત 1000 રૂપિયાને લઇને થયેલા વિવાદના કારણે થઇ છે. હત્યાની ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યા પછી પોલીસ એલર્ટ થઇ હતી. પોલીસે આરોપી રાહુલ ઉર્ફે કાઉ અને સોનુ મીણાની ધરપકડ કરી છે. આરોપી રાહુલ રાજપૂત કોલોની જ્યારે સોનુ મીણા બુઢાદિતના પાલી ગામનો નિવાસી છે અને કોટાના આરકેપુરમ વિસ્તારમાં રહે છે.
    Published by:Ashish Goyal
    First published: